GSTV

રાજ્યના આ જિલ્લાના માત્ર 156 ગામડાઓનો જ સહાય પેકેજમાં સમાવેશ, હજુ અનેક ગામો યાદીમાંથી ગાયબ રહેતા ખેડૂતોમાં રોષ

Last Updated on October 21, 2021 by Dhruv Brahmbhatt

ગત સપ્ટેમ્બરમાં ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકશાનની સહાય પેટે ગઈકાલે રાજય સરકારે સહાય પેકેજ જાહેર કર્યુ તેને લઈને ખેડૂતો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સહાય પેકેજમાં રાજકોટ જિલ્લાનાં આઠ તાલુકાનાં માત્ર ૧પ૬ ગામોનો જ સમાવેશ કરાયો છે અનેક ગામો સહાયની યાદીમાંથી ગાયબ હોય આ મામલે સરકારમાં રજુઆતોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

સહાય પેકેજમાં બીજા તબકકાનાં વરસાદથી થયેલા નુકશાનનો સમાવેશ જ કરવામાં આવ્યો નથી

કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું તેમાં સપ્ટેમ્બર મહિનામાં તા. ૧ર અને ૧૩ મીએ વરસાદ પડ્યો તેમાં નુકશાન પામેલા ગામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે સપ્ટેમ્બરનાં અંતમાં તા. ર૮ થી ૩૦ સુધી સતત ભારે વરસાદથી અનેક ગામો જળબંબોળ બની ગયા હતા ખેતરો ધોવાઈ ગયા હતા પરંતુ આ સહાય પેકેજમાં બીજા તબકકાનાં વરસાદથી થયેલા નુકશાનનો સમાવેશ જ કરવામાં આવ્યો ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાનાં ૩૩ ટકાથી વધુ નુકશાન થયુ હોય તેવા આશરે ૮૯૦ ગામો છે અને આશરે ર૦ હજાર ખેડૂતો અસરગ્રસ્ત છે તેની સામે સહાય પેકેજમાં માત્ર આઠ તાલુકાનાં ૧પ૬ ગામોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે. હજારો ખેડૂતો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ઉપલેટા તાલુકાનાં ૧૮ ગામોનો અને ધોરાજીનાં આશરે ર૦  અસરગ્રસ્ત ગામોનો સમાવેશ કરાયો ન હોય આ મામલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Damage in farms

રાજકોટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભૂપતભાઈ બોદરે સરકારની જાહેરાતને આવકારી કોઈ ગામનાં ખેડૂતો નુકશાન સહાયથી વંચિત ન રહે તે માટે રિ – સર્વેની માગણી કરી છે. પેકેજ મુજબ રાજકોટ જિલ્લાનાં પ૯ર ગામોમાંથી માત્ર ૧પ૬ ગામોનાં ખેડૂતોને જ લાભ મળશે. ધોરાજીનાં ધારાસભ્ય લલિત વસોયાએ સર્વે પર સવાલો ઉઠાવી જણાંવ્યુ હતુ કે અમારી સતત રજુઆતો છતાં અનેક ગામોનો સહાય પેકેજમાં સમાવેશ કરાયો નથી અન્યાયનાં આ મામલે કૃષિ મંત્રીને  રજુઆત કરાશે.

heavy rain in saurashtra

20,000 ખેડૂતો અસરગ્રસ્ત, લાભ 50 ટકાને માંડ મળશે  : રાજકોટ  જિલ્લાને 546 કરોડનાં પેકેજમાં માત્ર 20 કરોડ જ ચૂકવાશે

સરકાર પાસે પુરતો સમય છતાં અધુરો સર્વે, 3  તાલુકાનો સમાવેશ જ કરાયો નથી, ખેડૂતોમાં નારાજગી

રાજકોટ, : રાજય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યુ તેની સામે અનેક સવાલો ઉઠી રહયા છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રનાં ચાર જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ કરાયો છે અને આશરે રૂ.પ૪૬ કરોડનાં પેકેજમાં રાજકોટ જિલ્લાને માત્ર ર૦.રર કરોડ જ સહાય પેટે ચૂકવાશે આ મામલે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

સરકાર પાસે સર્વે માટે પુરતો સમય હોવા છતાં માત્ર ૧૩ સપ્ટેમ્બરનાં વરસાદથી નુકશાનથયુ તે વિસ્તારને જ આવરી લેવાયો છે મહિનાનાં અંતમાં ભારે તારાજી થઈ તેને કોઈ સહાય નહિ મળે તેવો ઘાટ ઘડાયો છે. શરૂઆતનાં વરસાદમાં ઓછુ નુકશાન થયુ હતુ મોટુ નુકશાન પછીના વરસાદમાં જ થયુ છે. ર૦ હજાર ખેડૂતોને નુકશાન થયુ છે તેનાં અર્ધા ને માંડ લાભ મળશે. ઉપલેટાનાં ધારાસભ્યએ જણાંવ્યુ હતું કે પ૪૬ કરોડનાં આ પેકેજમાં રાજકોટ જિલ્લાને માત્ર રૂ. ર૦ કરોડ જેવી રકમ જ ચૂકવાશે આમ સર્વેનાં આંકડા પણ શંકા ઉપજાવે છે. ત્રણ તાલુકાનો તો આ પેકેજમાં સમાવેશ જ કરાયો નથી.

READ ALSO :

Related posts

મોટા સમાચાર : સરકાર સાથેની બેઠક બાદ તબીબોનો મોટો નિર્ણય, આજથી ડોક્ટરો ઉતરવાના હતા હડતાળ પર

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું: મહેસૂલ વિભાગે 7 નાયબ કલેકટરની કરી બદલી, અધિકારી આલમમાં મચ્યો ખળભળાટ

pratik shah

બીજી લહેર જેવાં દ્રશ્યો / ઉત્તરાયણ બાદ અમદાવાદ બન્યું કોરોના હોટસ્પોટ, ટેસ્ટિંગ માટે ડોમ પર લાગી લાંબી લાઇનો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!