GSTV

રાજ્યના આ જિલ્લામાં ફરી કોરોનાએ દસ્તક દીધી, એક જ પરિવારમાં રહેતા દાદા અને પૌત્ર સંક્રમિત થતા ફફડાટ

Last Updated on November 25, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ સતત કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રાજકોટના ધોરાજી ખાતે એક જ પરિવારના 2 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં છે. રાજકોટ જિલ્લામાં સૌ પ્રથમ 3 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

માત્ર 3 વર્ષનું બાળક કોરોના સંક્રમિત થતા લોકોમાં ફફડાટ

ધોરાજીમાં રહેતા દાદા અને પૌત્ર કોરોના સંક્રમિત થતા પરિવારમાં પણ ડરનો માહોલ ઊભો થઇ ગયો છે. રાજકોટમાં માત્ર 3 વર્ષનું બાળક કોરોના સંક્રમિત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ધોરાજીના પરિવારના 9 સભ્યોના કોરોના ટેસ્ટ કરાયાં જેમાંથી બે સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં છે. એમાંય વળી એક વૃદ્ધ અને એક બાળક કોરોનાથી સંક્રમિત થતા સમગ્ર વિસ્તારમાં લોકોમાં ચિંતાનો માહોલ ઊભો થયો છે. નોંધનીય છે કે, કોરોનાના કેસોમાં વધારો થતા રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગએ ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસો

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ગત રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 29 કેસો નોંધાયા હતાં. તો બીજી બાજુ 32 દર્દીઓ રિકવર થયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,16,888 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જો કે, રાજ્યમાં કોરોના સંક્રમણથી એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. મહત્વનું છે કે, ગઇ કાલે રાજ્યમાં 4,52,020 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.

કોરોના

છેલ્લાં 24 કલાકમાં તંત્ર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશનમાં 3, વલસાડમાં 3, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અરવલ્લીમાં 1, નવસારીમાં 1 ગીર સોમનાથમાં 1 અને મોરબીમાં 1 કોરોનાના કેસ નોંધાયા હતાં.

રાજ્યમાં કુલ 316 એક્ટિવ કેસ

હાલ રાજ્યમાં કુલ 316 એક્ટિવ કેસ સામે આવ્યાં છે. જે પૈકી 4 દર્દીઓ વેન્ટીલેટર પર છે તો 312 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 8 લાખ 16 હજાર 888 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. 10,092 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.

READ ALSO :

Related posts

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ભેજાબાજ / ઇન્ટરનેશનલ કોલ ટ્રાન્સફર કરી ભારત સરકારને ચોપાડ્યો લાખો રૂપિયાનો ચૂનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરકડ

Zainul Ansari

પોરબંદર / 18 પાકિસ્તાની માછીમારોને કોર્ટમાં કરાયા રજૂ, પોલીસને 10 દિવસની મળી રિમાંડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!