GSTV

મધરાતે ફિલ્મી ઢબે પીછો કરીને કર્યો ખૂની હુમલો! ગર્લફ્રેન્ડે રિવોલ્વર તાકી, બોયફ્રેન્ડે છરીના ઘા માર્યા

ગર્લફ્રેન્ડ

રાજકોટમાં ઘાતક હથિયારો સાથે રાખવાનું અને સામાન્ય વાતે હુમલો કરી બેસવાનું હવે જાણે તદ્દન આમ બની ગયું છે. ગત રાતે જામનગર રોડ પરની એક હોટલમાં યશરાજ માંજરિયા નામનો યુવક ત્યાં તેની જેમ જ નાસ્તો કરવા આવેલી ભુમિ નામની યુવતી સામે તાકી તાકીને જોતો હોવાનું માનીને ભૂમિ અનેતેના બોયફ્રેન્ડ – નામીચા શખ્સ હાર્દિક પંડયાએ હોટલેથી ફિલ્મી ઢબે તેનો પીછો કર્યો હતો. કાર અથડાવીને તેને પછાડી દીધા બાદ રિવોલ્વર તાકી છરી વડે જીવલેણ હુમલો કરાયો હતો.

પીછો કરીને બન્નેને ઉભા રહેવા ઈશારો કર્યો

હસનવાડીમાં રહેતો યશરાજ શિવરાજ માંજરિયા (૨૨) પોતાના બે મિત્રો સાથે શિવશક્તિ હોટલ નાસ્તો કરવા ગયો હતો, જ્યાં આરોપી હાર્દિક પંડયા અને ભૂમિ પણ હતા. બહાર નીકળતી વખતે બન્ને તેની પાસે આવ્યા અને હાર્દિકે કહ્યું કે, ”તું મને ઓળખ છે? હું હાર્દિક પંડયા છું અને આ મારી ઘરવાળી છે. તારાથી એની સામું જોવાય જ કેમ?!” યશરાજે પોતે તેની સામે નહીં જોયાનું કહી, માફી માગીને ઘેર જવા સ્કૂટર હંકારી મુક્યું પરંતુ ઝેન કારમાં બન્નેએ તેનો પીછો કર્યો હતો, તથા ઊભા રહેવા ઇશારા કર્યા હતા.

બન્નેએ પીછો કરવાનું ન છોડ્યું

પોતે માધાપર ચોકડીએથી મોરબી જતા બ્રીજ તરફ હંકારી મુક્યા પછી પણ બન્નેએ પીછો કરવાનું અટકાવ્યું નહીં અને બ્રીજના છેડે સ્કૂટર પાછળ કાર અથડાવતાં પોતે પડી ગયો તેમ તેનું કહેવું છે. એ પછી, આરોપી હાર્દિક ઝપાઝપી કરવા માંડયો અને ભૂમિએ કારમાંથી ગન લઇ આવી તેની તરફ તાકી હતી. હાર્દિકે ‘તું ગન રહેવા કે, આને પકડી રાખ’ તેમ કહેતાં ભૂમિએ યશરાજને પકડયો અને હાર્દિકે છાતી તથા વાંસા ઉપર છરીના ચાર – છ ઘા ઝીંકી દીધા હતા તથા કારમાં નાસી ગયા હતા.

ગર્લફ્રેન્ડ

લોહીલોહાણ મિત્રોને સિવિલ પહોંચાડ્યા

ઘટનાની ફોન પર જાણ કરતાં બે મિત્રોએ સ્થળ ઉપર પહોંચીને લોહીલોહાણ હાલતમાં પડેલાં યશરાજને એક રાહદારીના વાહન મારફત સિવિલમાં પહોંચાડયો હતો, જ્યાંથી પછીથી ખાનગી હોસ્પિટલે લઇ જવાયો હતો. આજે સવારે ભાનમાં આવ્યા બાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે.

દુષ્કર્મ કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર આર.એસ. પટેલે જણાવ્યું કે, હાર્દિક અગાઉ ચાર વાહન ચોરી, ત્રણ મારામારી તથા જામનગર જિલ્લાના દુષ્કર્મ કેસમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ ભૂમિ મૂળ દુધઇની રહેવાસી છે. બન્નેએ મૈત્રીકરાર કર્યા હોવાથી ભાડાંનાં મકાનની તલાશમાં હતા, કેમ કે હાર્દિક (નંદનવન સોસાયટી, નાણાવટી ચોક પાસે) પરિણીત છે. હાર્દિકના મિત્રની મારૂતી ઝેન કારમાં બન્ને ગત રાતે જમવા નીકળ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે નાસી છૂટેલાં બન્ને આરોપીની શોધખોળ આદરી છે.

Read Also

Related posts

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ હાઈકોર્ટના આ નિવૃત જજને સોપવામાં આવી

Nilesh Jethva

ઉત્તર ગુજરાતના આ વિસ્તારને કરાયો હોટ સ્પોટ જાહેર, રોજ આવી રહ્યા છે 35થી 40 કેસો

Nilesh Jethva

BIG NEWS : રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોમાં અભિનય કરનાર અભિનેત્રી કેન્સર સામે જંગ હારી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!