GSTV
Gujarat Government Advertisement

રાજકોટ/ 68 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, બહુ ગાજેલી આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી ન શકી

ભાજપ

રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટેની ફેબુ્રઆરી-૨૦૨૧ની ચૂંટણીની આજે મતગણત્રી થતા ભાજપને અક્લપનીય અને આશ્ચર્યજનક રીતે ૭૨માંથી ૬૮ બેઠકો પર એટલે કે ૧૭ વોર્ડમાં ભવ્ય વિજય થયો હતો. સંપ અને સંઘ બળથી ભાજપે રાજકોટમાં ધારી બેઠકો મેળવી હતી. જ્યારે કોંગ્રેસમાં માત્ર વોર્ડ નં.૧૫માં પેનલના ચાર ઉમેદવારો વિજેતા થયા હતા. તો ચૂંટણી ટાણે મેદાનમાં આવેલી આમ આદમી પાર્ટી તથા અન્ય પક્ષોને એક પણ બેઠક મળી ન્હોતી અને રાજકોટમાં ત્રીજો પક્ષ કદિ ન આવે તે પરંપરા અતૂટ રહી હતી. ભાજપમાં ઉત્સાહનું ઘોડાપૂર આવ્યું છે અને તે માહૌલ નિહાળવા મુખ્યમંત્રી પણ આવતીકાલે રાજકોટ આવે છે તો તો કોંગ્રેસ,આપમાં નિરાશાના ઘેરા વાદળો છવાાઈ ગયા છે. પેટ્રોલ ડીઝલ, સિંગતેલના આજે પણ અસહ્ય વધતા ભાવથી મોંઘવારી, ટ્રાફિક દંડ વગેરેથી લોકોની તીવ્ર નારાજગી અને રોષ વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ માથાકૂટને બદલે મોંઘવારીના મુદ્દે જતુ કર્યું છે અને આંતરિક ઝઘડા માટે કઠોર દંડ દીધો છે. ભાજપ વિરુધ્ધ લડાઈમાં વિપક્ષો એક થવાને બદલે એક-બીજાને કાપતા એકંદરે તેનો કલ્પનાતીત લાભ ભાજપને મળ્યો છે.

Gujarat Government Advertisement
ભાજપ

કૂલ ૭૨ બેઠકમાં માત્ર વોર્ડ-૧૫માં કોંગ્રેસની પેનલ જીતી, બાકી વોર્ડ નં.૧થી ૧૪, ૧૬થી ૧૮માં ભાજપની પેનલો વિજયી

ન ભૂતો ન ભવિષ્યતિ એવા આ પરિણામમાં રાજકોટમાં વોર્ડ નં.૧થી ૧૪માં અને વોર્ડ નં.૧૬થી ૧૮ એમ કૂલ ૧૭ વોર્ડમાં સળંગ ભાજપનો વિજય થયો છે. કોંગ્રેસ કે આપ સહિત કોઈ પક્ષને એક બેઠક નથી મળી. આવું ભૂતકાળમાં કદિ બન્યું નથી. મુખ્યમંત્રીના ધારાસભા મતક્ષેત્રની તમામ બેઠકો ભાજપને મળી છ ઉપરાંત કોંગ્રેસના વર્ષોથી ગઢ એવા વોર્ડ નં.૧૬,૧૭,૧૮થી માંડીને વોર્ડ નં.૨,૩,૧૩,૧૦માં કોંગ્રેસના મજબૂત અને પાંચ વર્ષ સક્રિય ઉમેદવારોનો પણ પરાજ્ય થયો હતો. વોર્ડ નં.૨માં ત્રણ ટર્મથી સક્રિય અને ૧૦૮ તરીકે ઓળખાતા અતુલ રાજાણી, વોર્ડ નં.૧૦માં મનસુખ કાલરિયા, મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા વોર્ડ નં.૩માં, વોર્ડ નં.૧૭માં શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ મેયર અશોક ડાંગર, વોર્ડ નં.૧૩માં જાગૃતિબેન ડાંગર વગેરે નેતાઓના પરાજ્યથી કોંગ્રેસ માનવા તૈયાર નથી થતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગત ટર્મમાં આ એવા કોર્પોરેટરો હતા જેમણે શાસક ભાજપ સામે મોંઘવારીથી માંડીને ભંગાર રસ્તા સહિતના મુદ્દે સતત આંદોલનો કરી અવાજ ઉઠાવ્યો છે. આજે આવેલા પરિણામથી મહાપાલિકાનું જનરલબોર્ડમાં વિરોધનો સૂર હવે મંદ પડી જશે.

તો ભાજપમાં ૬૮માંથી ૫૦થી વધુ કોર્પોરેટરો નવા છે, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ડે.મેયર ડો.દર્શિતા શાહ સહિત પાંચ ડોક્ટરો પણ ભાજપના કોર્પોરેટરો બન્યા છે. ભાજપમાં પક્ષપલ્ટો કરીને આવેલા મૂળ કોંગ્રેસી ઉમેદવાર પણ વોર્ડ નં.૧માં જીત્યા છે. કશ્યપ શુક્લને પડતા મુકાતા તેમના ભાઈ નેહલ શુક્લની હવે મનપામાં એન્ટ્રી થઈ છે.

રાજકોટમાં આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી પરંતુ દર વર્ષે ચૂંટણી લડતા અને એક હજારથી વધુ મત લઈ જતા એનસીપી અને બસપાની સાપેક્ષે નોંધ પાત્ર મતો મેળવ્યો છે. અને કોંગ્રેસની લગોલગ આવીને મતો લઈ જતા માત્ર છ માસમાં મજબૂત વિપક્ષ તરીકે ઉભરવાની શક્યતા સર્જાઈ છે.

ભાજપ

કોંગ્રેસમાં ઘોર હતાશાનું મોજુ, શહેર પ્રમુખ ડાંગરનું રાજીનામુ તો ભાજપમાં ઉત્સાહનું ઘોડાપૂર રાજકોટમાં ઠેરઠેર વિજયોત્સવ

ઈ.સ.૨૦૧૫માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૩૮ અને કોંગ્રેસને ૩૪ બેઠકો મળી હતી. આજે ભાજપની બેઠકોમાં ૩૦નો વધારો થયો અને એટલી જ બેઠકો કોંગ્રેસમાંથી ગુમાવી છે. ભાજપના કાર્યકરોએ ઢોલ, ડી.જે.ના ઘોંઘાટિયા સંગીત, ઘોડા અને જીપ પર નીકળીને ઉત્સવ ઉજવ્યો હતો, ટ્રાફિક જામ થયો હતો તો કોંગ્રેસમાં માત્ર વોર્ડ નં.૧૫માં વિજય સરઘસ નીકળ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધુ છે.

ભાજપના નેતાઓએ આ વિજય માટે મોદી અને રૂપાણીનો કરિશ્મા, કરેલા કામો અને કાર્યકરોનું સંગઠનને યશના ભાગીદાર ગણાવ્યા હતા તો કોંગ્રેસે હાર માટે ઈ.વી.એમ.મશીનમાં ગરબડ, સરકારી તંત્રનો દુરુપયોગ અને કોંગ્રેસની કેટલીક ક્ષતિઓને પણ જવાબદાર ઠેરવી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસના આંતરિક ઝઘડાથી કોંગ્રેસના કર્મઠ કાર્યકરોમાં જ નારાજગી પ્રસરી હતી. કોંગ્રેસને આ હુંસાતુંસી, અહંકારની અતિ કડક સજા મતદારોએ આપી છે. અને ભાજપ જ મોંઘવારી ઘટાડશે, લોકોની માંગ સંતોષશે તેવી વધુ એક વાર આશા વ્યક્ત કરી છૅે તો ભાજપમાંથી જ આવેલા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજભા સહિત તમામને પરાજ્ય આપીને મતદારોએ ચૂંટણી ટાણે આવેલા ત્રીજા પક્ષને એક પણ બેઠક નહીં આપવાનો ક્રમ જારી રાખ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!