GSTV

રાજકોટ/ જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં વધુ 12 લોકોનો નિપજ્યા મોત

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે આ કહેર વચ્ચે આંશિક રાહત મળતા સમાચાર સામે આવ્યાં છે. કોવિડ હોસ્પિટલાં મોતનો આંક નીચે જઈ રહ્યો હોવાની માહિતી સામે આવી છે. છેલ્લાં 24 કલાકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 12 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લાં ચાર દિવસથી મોતનો આંક સતત નીચે જઈ રહ્યો છે.

કોરોના

આ કહેર વચ્ચે આંશિક રાહત મળતા સમાચાર સામે આવ્યાં

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં કોરોના કાળના જૂલાઈ માસમાં ૧૩૫૬, ઓગષ્ટ માસમાં  ૧૭૩૬ અને સપ્ટેમ્બરમાં તા.૧૮ સુધીમાં જ ૧૮૬૯ મૃત્યુ નોંધાયા છે. જે ગત વર્ષે જૂલાઈમાં ૧૦૪૬, ઓગષ્ટમાં ૧૩૪૨ અને સપ્ટેમ્બરના આ સમય સુધીમાં માત્ર ૮૪૮મૃત્યુ હતા. આમ, સપ્ટેમ્બરમાં ગત વર્ષની સાપક્ષે ૧૦૦૦થી વધુ મૃત્યુ નોંધાયા છે અને જૂલાઈ-ઓગષ્ટને સાથે ગણતા ત્રણ માસમાં ૧૭૦૦થી વધુ મૃત્યુ વધારે નોંધાયા છે. જે શહેરની સ્થિતિ કેટલી સ્ફોટક રહી છે તેનો નિર્દેશ કરે છે.

જે શહેરની સ્થિતિ કેટલી સ્ફોટક રહી છે તેનો નિર્દેશ કરે છે

સરકારની સૂચના અનુસાર આજે સત્તાવાર રીતે ૧૬ મૃત્યુ જાહેર કરાયા છે અને પાંચ દિવસથી રોજ ૨ થી ૩ મૃત્યુ ઓછા થઈ રહ્યાનું પરોક્ષ રીતે જણાવાઈ રહ્યં છે પણ આ મૃત્યુમાં શહેરના મૃત્યુ કેટલા તે જાહેર કરાતું નથી અને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુ નીપજ્યા હોય તે વિગત તો પહેલેથી જ છુપાવાય છે.  એકંદરે, લોકોએ કોરોના માટે લેશમાત્ર લાપરવાહી રાખવી હિતાવહ નથી, આ મહામારી શહેરમાં હજુ પણ જીવલેણ છે ત્યારે વધુ તકેદારીની જરૂર છે.

READ ALSO

Related posts

ચાંદી ખરીદવાનો ઉત્તમ સમય, દિવાળી પહેલા ચાંદીમાં રોકાણ કરવાથી થશે ફાયદો

Karan

લો બોલો! રાજકોટમાં અથાણા બનાવવા મંજૂરી મેળવીને ‘હર્બલ જ્યુસ’ બનાવીને કર્યુ વેચાણ, કૌભાંડનો થયો પર્દાફાશ

pratik shah

દુશમન સાવધાન/ ભારતને સુરક્ષા ક્ષેત્રે મળી સફળતા, પોખરણમાં ‘નાગ’ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું કર્યું છેલ્લું સફળ પરિક્ષણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!