GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ ટેસ્ટ ઘટી ગયા છે, કોરોના ઘટયો નથી : આંકડા ઘટાડવા સરકારનું ધૂપ્પલ,

કોરોના

Last Updated on May 4, 2021 by Bansari

કોરોના હળવો થાય તેવું સૌ કોઈ ઈચ્છે છે પરંતુ, ઓછા ટેસ્ટ, ઓછા કેસના આંકડા પરથી સ્થિતિ હળવી થઈ ગયાના દાવાઓ વચ્ચે સ્મશાનોએ હજુ એટલા જ મૃતદેહોને અગ્નિદાહ અપાય છે. તસ્વીરમાં શહેરથી દૂર ન્યારી ડેમ વાગુદડના રસ્તે મેદાનમાં એક સાથે ૯ ચિતાને અગ્નિદાહનું આ દ્રશ્ય હૈયુ હચમચાવી નાંખે તેવું છે.

કોરોના

મહામારીમાં રાહત જણાતી હોય તે સ્મશાને જોઈ આવે!

સરકાર-મનપાના તંત્ર કાગળ પરના આંકડાઓના આધારે કોરોના હળવો થયો, મહામારીમાં રાહત એમ જાહેર કરતા રહે છે પરંતુ, વાસ્તવિકતા હજુ પણ વરવી છે. મોતનું તાંડવ યથાવત્ જારી છે. ગઈકાલે સરકારે ચોપડે રાજકોટ જિ.માં ૬૫ અને આજે મોત વધીને ૭૨ જાહેર થયા છે. અને શહેરના સ્મશાનોએ તો આ આંકડો આથી પણ ઉંચો છે.

કોરોના

કોરોના જાણે કાબુમાં આવી રહ્યો હોય, ઘટી રહ્યો હોય તેવું ચિત્ર દર્શાવાયું

રાજકોટ મનપાએ ગઈકાલે ૪૦૧ અને આજે ૩૯૭ કેસ નોંધ્યા છે અને કોરોના જાણે કાબુમાં આવી રહ્યો હોય, ઘટી રહ્યો હોય તેવું ચિત્ર દર્શાવાયું છે પરંતુ, સાથે જ તંત્રએ એ પણ જાહેર કર્યું છે કે અગાઉ ૧૨થી ૧૩ હજારના ટેસ્ટ થતા હતા તે સામે ગઈકાલે ૬૬૦૧ના ટેસ્ટ જ થયા છે. ટેસ્ટ ઘટી ગયા છે, કોરોના ઘટયો નથી. બેડની, ઈન્જેક્શનની તંગીમાં ખાસ સુધારો થયો નથી.

આ વાતની પ્રતીતિ અફ્સરો અને નેતાઓને ત્યારે જ થઈ શકે જ્યારે આમ નાગરિક બનીને બેડ માટે હોસ્પિટલનો સંપર્ક સાધે અથવા તો ચૂપચાપ કોવિડ અંતિમક્રિયા માટેના સ્મશાને જઈને સ્થિતિ જોઈ આવે. અલબત, હતાશ થવાનું કોઈ કારણ નથી, કારણ કે આજે પણ મોટાભાગના દર્દીઓ સાજા થઈ રહ્યા છે. પરંતુ, પોઝીટીવનેસ સત્ય હકીકત આધારે હોય તે જરૂરી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ

Bansari

દમનકારી નીતિ: હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને હાજર થવા કલેક્ટરે નોટિસ આપી, જો હાજર નહીં થયા તો આ એક્ટ હેઠળ કરશે કાર્યવાહી

Pravin Makwana

ઈન્કમ ટેક્સ રીટર્નમાં ધાંધિયા/ આ યુટિલિટી બહાર ન પડતાં વેપારીઓ કંટાળ્યા, સમયસર નહીં ભરાય રિટર્ન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!