GSTV

રાજકોટમાં વધુ ઘાતક બનતો Corona, બે દિવસમાં જ 27 લોકોના મોત

Corona

Last Updated on August 11, 2020 by Arohi

રાજકોટમાં કોરોના (Corona)નો ક્રૂર પંજો વધુને વધુ લોકો પર પડતો જાય છે અને ગઈકાલે રાંધણછઠ અને આજે સાતમના બે દિવસમાં કોરોનાની સારવાર લેતા ૨૭ લોકોના મૃત્યુ નીપજ્યાનું જાણવા મળ્યું છે જે મોટાભાગના રાજકોટ શહેરના છે. ગંભીર વાત એ છે કે આ પૈકી કેટલા મૃત્યુ કોવિડ-૧૯થી થયા અને કેટલા કોરોનાની સાથે અન્ય બિમારી હોવાના કારણે થયા તે દર્દીના નામ, સરનામા કે માત્ર સંખ્યા પણ મહાપાલિકા દ્વારા જાહેર કરાઈ નથી ત્યારે  વધુ મૃત્યુ થવાનું કારણ મોડુ નિદાન છે (અને મોડા નિદાનનું કારણ પૂરતા ટેસ્ટનો અભાવ હોય છે) કે વાયરસ વધુ જોખમી થયો છે તે અંગે કોઈ તારણો આરોગ્ય તંત્ર  જારી કરાયા નથી અને લોકોને અંધારામાં રાખવાનું જારી રખાયું છે.

રાજકોટ જિલ્લા તંત્રે શહેરના ૯ સહિત ૧૬ મૃત્યુ બે દિવસમાં થયાનું સત્તાવાર રીતે જાહેર કર્યું છે. મોટાભાગના મૃત્યુ પામનારા ૫૦થી વધુ ઉંમરના છે. જો કે યુવાન વયના પણ હવે મૃત્યુને ભેટતા હોય છે. માત્ર બે દિવસમાં રાજકોટ શહેરમાં રહેનારા ૧૫ દર્દીઓએ દમ તોડયો છે. દર્દીઓ ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તાર, જામનગર રોડ, નાનામવા રોડ, રૈયારોડ, ચંદ્રેશનગર, છોટુનગર,કાલાવડ રોડ,  શ્રીનાથજી, કેવડાવાડી, રામાપીર ચોકડી વિસ્તાર, જંગલેશ્વર, દર્શન પાર્ક સહિત  જુદા જુદા લત્તામાં નોંધાયા છે.  તો બીજી તરફ શહેરમાં આજે વધુ ૬૧ કેસો સાથે કૂલ કેસોની સંખ્યા ૧૮૧૭ ઉપર પહોંચી છે અને હાલ ૭૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં ૫૨૯ દર્દીઓ હોસ્પિટલમાં છે અને તેમાંય ૨૮૦ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં છે.

Corona

સેંકડો લોકો દર્દીના સંપર્કમાં આવવાથી ક્વોરન્ટાઈન

સેંકડો લોકો દર્દીના સંપર્કમાં આવવાથી ક્વોરન્ટાઈન કરાયેલા છે. આમ, સિવિલમાં નિ:શૂલ્ક અને સારી સારવારના એકંદર અભિપ્રાયના પગલે ત્યાં દર્દીઓનું  પ્રમાણ વધ્યું છે ત્યારે સરકારે ત્યાં વધુ તબીબી સ્ટાફ, સાધનો પૂરા પડાય તેવી માંગ ઉઠી છે. શહેરમાં ૪૩૪ કોરોનાના દર્દીઓ તો ઘરે રૂમમાં અલાયદા રહીને સારવાર લઈ રહ્યા છે. રાજકોટના ડી.એચ.કોલેજ પરિસરમાં આવેલ દસ્તાવેજ નોંધણી માટેની સબ રજીસ્ટ્રાર કચેરીમાં  વિનય ચાવડા, મેહુલ જાની, ભરત ચાવડા નામના ત્રણ કર્મચારીને કોરોના પોઝીટીવ આવતા મુખ્ય અધિકારી નોંધણી નિરીક્ષક સવાણી  સહિત સ્ટાફના અનેક લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતા અને ઓફિસ સેનેટાઈઝ કરાઈ હતી. કામગીરીને પણ માઠી અસર પહોંચી હતી.

આયોજન સહિતની વિગતો હવે મનપાએ જાહેર કરવાનું બંધ કરી દીધુ છે

જો કે ઝોન૩,૪ સહિતની સબ રજી.ની કચેરી અત્યંત સાંકડી જગ્યામાં છે જ્યાં સોશ્યલ ડિસ્ટન્સ સ્વાભાવિક જળવાતું નથી તો છાશવારે કનેક્ટિવીટીના પ્રશ્નો સર્જાતા ઓનલાઈન એપોઈન્ટમેન્ટનો પણ અર્થ સરતો નથી. તો બીજી તરફ જ્યાં ખેડૂતો, મજુરો, વેપારીઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે તે બેડી માર્કેટયાર્ડમાં કિશોરભાઈ દોંગા તથા તેમના પરિવારમાં ૨ વ્યક્તિનો રિપરોટ પોઝીટીવ આવ્યો હતો. શહેરમાં કોરોના મહામારી અટકાવવાના પગલા, તહેવારોમાં લોકોને તબીબી સહાય મળી રહે તેવા આયોજન સહિતની વિગતો હવે મનપાએ જાહેર કરવાનું બંધ કરીને જાણે આરોગ્ય તંત્ર જ સ્વૈચ્છિક ક્વોરન્ટાઈન થઈ ગયું છે.

Corona

આરોગ્ય તંત્રનું મુખ્ય કામ હવે મીટીંગોનું અને સરકારને અહેવાલો મોકલવાનું

આરોગ્ય તંત્રનું મુખ્ય કામ હવે મીટીંગોનું અને સરકારને અહેવાલો મોકલવાનું રહ્યું છે.  શહેરમાં વાયરલ ફીવર સહિતનો રોગચાળો પ્રસર્યો છે અને કોરોના કરતા વધુ ખતરનાક ડેંગ્યુ નો ખતરો વધ્યો છે. ખાસ કરીને શરદી તાવમાં લક્ષણો કોરોના જેવા હોય ત્યારે માત્ર ટેસ્ટથી જ વ્યક્તિને મહામારી લાગુ પડી છે કે કેમ તે જાણી શકાય તેમ છતાં આવા તમામ કેસમાં ટેસ્ટ કરાતા નથી. તો પાણીજન્ય રોગચાળો હાલ પ્રસરતો હોય છે છતાં ફૂડ ચેકીંગ ઠપ્પ કરી દેવાયું છે.

Read Also

Related posts

મહત્વનો આદેશ / ડાકોર નગરપાલિકા આવી વિવાદમાં, ચાર સભ્યોને પ્રાદેશિક કમિશનરે કર્યા સસ્પેન્ડ

Dhruv Brahmbhatt

ભારે કરી! / કરોડોની ઉચાપત કરી પોસ્ટઓફીસનો ભેજાબાજ કર્મચારી રફુચક્કર, સોફ્ટવેરમાં દેખાડ્યાં બોગસ ટ્રાન્ઝેક્શન

Dhruv Brahmbhatt

આ લોકોના ભરણપોષણનું શું?, મેડિકલ સ્ટાફના એકસાથે 1100થી વધુ કર્મચારીઓ છુટા કરી દેવાતા હોબાળો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!