GSTV
Home » News » KBC 10: રાજકોટની આ યુવતીના વિચારોથી અમિતાભ થયા પ્રભાવિત, જાણો કેટલા જીતી?

KBC 10: રાજકોટની આ યુવતીના વિચારોથી અમિતાભ થયા પ્રભાવિત, જાણો કેટલા જીતી?

વર્ષોથી જ્ઞાન સાથે મનોરંજન આપતો અમિતાભ બચ્ચનનો શો કેબીસી હાલ ટીઆરપી અને ફેન્સમાં ધુમ મચાવી રહ્યો છે. ઉપરથી અત્યાર સુધીમાં ત્રણ ગુજરાતીઓ આ શોમાં ચમકી ચૂક્યા છે. સોમવારે અઢારમાં એપિસોડનું ટેલિકાસ્ટ થયું હતું. ત્યારે મહાનાયકની સામે હોટ સીટ પર રાજકોટની પ્રતિસ્પર્ધી ઇશિતા બેઠી હતી. ઇશિતા ગુજરાત સરકારની તાલુકા હેડ એટલે કે એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ છે.

ઇશિતાની વિચારસણીથી અમિતાભ ઘણા જ પ્રભાવિત થયા હતા. અમિતાભે કહ્યું હતું કે, સિવિલ સર્વિસમાં કામ કરનારા લોકોનું તેઓ સન્માન કરે છે. ઇશિતાએ પોતાની રમત આત્મવિશ્વાસ સાથે રમી હતી. કોઇ પણ લાઇફલાઇનનો ઉપયોગ કર્યા વિના તેણે પહેલો પડાવ પાર કર્યો હતો. 6 લાખ 40 હજારના સવાલ પર તેણે લાઇફલાઇનનો ઉપયોગ કર્યો હતો.

જેમાં તેની મદદ સાથે આવેલી તેની ટીચરે કરી હતી. ઇશિતાની આ ટીચરે અમિતાભની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તમારી કામ કરવાની ક્ષમતાથી કાફી પ્રભાવિત છે અને તે બાળકોને તેમના ઉદાહરણ આપતી હોય છે. જેનો જવાબ આપતા અમિતાભે કહ્યું હતું કે, તેમની ઘણી મજબૂરીઓ છે, પાપી પેટ માટે તેમણે કામ કરવું પડે છે.

ઇશિતાની સામે 12મો પ્રશ્ન માઇથોલોજી વિશેનો હતો. જેનો તે જવાબ નહોતી આપી શકી. અને તેણે રમતને અડધેથી ક્વિટ કરી હતી અને 6 લાખ 40 હજાર રૂપિયા ધનરાશિ જીતી હતી. ઇશિતા બાદ મધ્યપ્રદેશના જબલપુરની અંજના કેવટે હોટ સીટ પર સ્થઆન જમાવ્યું હતું.

Related posts

Ranji Trophy: પાર્થિવ પટેલની ધૂંઆધાર સદી, 11 હજાર રનનો માઇલસ્ટોન પાર કરી રચ્યો ઇતિહાસ

Bansari

આટલા હજાર કરોડની સંપત્તિનો માલિક છે બચ્ચન પરિવાર, એશ્વર્યા કે અમિતાભ… આ સ્ટારની છે સૌથી વધુ કમાણી

Arohi

વાપીના ઉદ્યોગપતિનું અપહરણ કરી 50 લાખની ખંડણી લેનાર 6 આરોપીઓની ધરપકડ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!