GSTV

રાજકોટમાં ભાજપની જીત પર લાગી બ્રેક, 72માંથી 4 બેઠક પર ફક્ત નામ પૂરતું જીતી કોંગ્રેસ

ભાજપ

રાજ્યમાં મહાનગરોની મતગણતરી ચાલુ છે. હાલના પરિણામો જોતાં મોટા ભાગની સીટો પર ભાજપ આગળ છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીના માથે જે મહાનગરપાલિકા જીતવાની જવાબદારી હતી. એવી પોતાના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. રાજકોટમાં 16 વોર્ડમાં ભાજપના 64 ઉમેદવારોને જીત મળી ગઇ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નંબર 15માં આખી પેનલમાં વિજય મેળવ્યો છે. આથી ભાજપના વિજય રથ પર રોક લગાવવા માટે કોંગ્રેસે માત્ર 4 બેઠક સમ ખાવા પુરતી જીતી છે. વોર્ડ નં.1,2,4,5,6,7,8,9,10,11,12,13,14,16,17,18 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. રાજકોટમાં કેસરિયો લહેરાતા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.

શહીદો

મોટી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારો સામે જીત દર્શાવી

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ બીમાર થયા અગાઉ રાજકોટમાં સભા કરી હતી જે પછી તેઓ વડોદરા આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મોટી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારો સામે જીત દર્શાવી છે. ચૂંટણી પરિણામો સતત સામે આવી રહ્યા છે. હજુ મત ગણતરી ચાલુ છે તેમ છતાં મોટાભાગની સીટો પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

ભાજપ

પ્રજાને આપેલા વચનો પૂરા કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. ચૂંટણી પરિણામો બાદ ભાજપે ઢોલ-નગારાના નાદ સાથે વિજયોત્સવની ઉજવણી કરી. સમર્થકોએ વિજેતા ઉમેદવારોને હારતોરા કરી અભિનંદન પાઠવ્યા. વોર્ડ નંબર-1ના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ અન્ય વિજેતા ઉમેદવારોએ ભાજપની જીત બદલ ખુશી વ્યક્ત કરી. સાથે જ રાજકોટમાં પ્રજાને આપેલા વચનો પૂરા કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.

Read Also

Related posts

અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા

Pravin Makwana

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana

ભાઈ જ ભાઈને કામ આવે/ મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલ અંબાણીને આપ્યો ટેકો, 3,515 કરોડ રૂપિયાના કેસમાં મળી આ રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!