GSTV

રાજકોટ/ ખેડૂત સંમેલનને લઇને કોંગ્રેસના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, રાજકારણમાં મચ્યો હડકંપ!

રાજકોટમાં થનારા ખેડૂત સંમેલનને લઇને કોંગ્રેસના નેતાઓની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં હડકંપ મચ્યો છે. ખેડૂત સંમેલન મુદ્દે પૂર્વ વિપક્ષના નેતા વશરામ સાગઠિયા અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયા વચ્ચેની કથિત વાતચીતની ઓડિયો ક્લીપ સામે આવી છે. જેમાં તેઓ આંદોલનમાં ઉપસ્થિત રહેનારા ખેડૂતોની સંખ્યા અંગે તેમજ આંદોલનને રોકવા મુદ્દે સરકાર પર ઠીકરું ફોડવાની વાતચીત કરે છે.

ખેડૂતોની સંખ્યા અંગે તેમજ આંદોલનને રોકવા મુદ્દે સરકાર પર ઠીકરું ફોડવાની વાતચીત

પૂર્વ વિપક્ષનેતા વશરામ સાગઠીયા અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયા ની ઓડિયો ક્લિપ વાઇરલ

  • વશરામ : અવસરભાઇ કેટલા લોકો આવશો.?
  • અવસર : 150 જણા આવશે.
  • વશરામ : કેટલા ?
  • અવસર : 150
  • વશરામ : હા તો એ ગાડીના નંબર લઇ લેજો અહીં , ઇન્દ્રનીલ ભાઇ ના માણાને આપી દેજો હું વ્યવસ્થા કરાવી દવ છું
  • વશરામ : બધાને સૂચના આપી દેજો જ્યાં રોકે ત્યાં રસ્તા પર બેસી જાય અને ખેડૂત આંદોલન માં અમને જવા નથી દેતા , ફોટા પડાવી લેવાના
  • આખા ગુજરાતમાં આપણે હાઈ લાઇટ કરવું છે કે અમે થવાના હતા 20,000 પણ સરકારે રોકી પાડ્યા છે એટલે અમે ભેગા નથી થયા
  • અવસર : હા કાંઈ વાંધો નહીં
  • વશરામ : જ્યાં રોકે ન્યા આવું બોલે બધા ને કહી દેજો
  • ખેડૂત આંદોલન પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાની થાય છે અને એ કોંગ્રેસમાં સક્રિય થાય તે પસંદ ન હોવાના કારણે તેમના જ પક્ષના વિરોધીઓએ ઓડિયો ક્લિપ વાઇરલ કરી હોવાનું અનુમાન
  • પોલીસ પાસે ખેડૂત આંદોલન માટે મંગવામાં આવી હતી મંજૂરી , મંજૂરી ન આપતા ઘરણા કર્યા હતા જેમાં પણ માત્ર 8 થી 10 લોકો હતા ઉપસ્થિત

મહત્વનું છે કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની આગેવાનીમાં ખેડૂત આંદોલન થાય તે પસંદ ન હોવાના કારણે પક્ષના જ કેટલાક વિરોધીઓએ ઓડિયો ક્લિપ વાયરલ કરી હોવાનું અનુમાન છે. કોંગી નેતાઓ દ્વારા પોલીસ પાસે ખેડૂત આંદોલન માટે મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ મંજૂરી ન મળતા તેમણે ધરણાં કર્યા હતા. જેમાં પણ ફક્ત 8 થી 10 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!