રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે, ત્યારે જ્યાં એક તરફ હાઇકોર્ટની ટકોર બાદ જ્યાં એક તરફ રાજ્ય સરકારે નાઈટ કરફ્યુનો સમય વધાર્યો છે અને વધુ 16 શહેરોમાં એમ કુલ 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ તબીબી સુવિધાઓ પણ વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.


રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરાયો છે. કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે સમરસ હોસ્પિટલમાં 500 ઓક્સિજન બેડ ઊભા કરવામાં આવી રહ્યા છે. હાલ 250 બેડની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે.

આ ઉપરાંત કેન્સર હોસ્પિટલ ખાતે પણ 200 ઑક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે. નોન કોવિડ દર્દીઓને રેલ્વેમાં સારવાર આપવામાં આવશે. રેલવેમાં પણ ઓપરેશન થિએટર સહિતની સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. કલેક્ટરે કહ્યું કે ઓક્સિજનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ઓક્સિજનની ઘટ પડવા દેવામાં નહીં આવે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ
- કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ
- લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ
- વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ
- રશિયા બનશે વધું મજબૂત: માનવરહિત ઉભા કરી રહ્યુ છે ટેંક, અમેરિકા સુધી કરી શકે છે હુમલાઓ
