રાજકોટ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેર અને જીલ્લામાં ઘાતક વાયરસે ભરડો લીધો છે.ત્યારે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના કલેક્ટર રેમ્યા મોહન પણ આ મહામારીથી સંક્રમિત થયા છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. નોંધપાત્ર છે કે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યનું રાજકોટ શહેર આ જીવલેણ વાયરસના કહેરમાં આવ્યું છે. જ્યારે બીજી તરફ આ મહામારીથી સંક્રમિત વધુ 39 લોકોના કરૂણ મોત નિપજ્યા છે.
શહેરના કલેક્ટર રેમ્યા મોહનનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

રાજકોટ શહેર આ જીવલેણ વાયરસના કહેરમાં આવ્યું છે
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં જીવલેણ કોરોના વાયરસનું ભયાનક સ્વરૂપ સામે આવ્યુ છે. જેમાં રાજકોટમાં વધુ કોરોનાના 39 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં 31 દર્દી, ગ્રામ્યમાં 3 જ્યારે અન્ય જિલ્લાના 5 દર્દીઓના મોત થયા છે. જોકે, કોરોનાના મૃત્યુ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોત થયું હોવાનું પણ સામે આવ્યુ છે.

રાજકોટ શહેરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધ્યું
રાજકોટ શહેરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે..ત્યારે સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં વધુ ૪૭ કેસ સામે આવ્યા છે. નોંધપાત્ર છે કે અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કુલ 4હજાર 585 કેસ નોંધાયા છે..જયારે 2હજાર 901 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે.
READ ALSO
- BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન
- દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !
- ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ
- UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ
- ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર