GSTV

રાજકોટ-જામનગરમાં જળપ્રલય / ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ, NDRF એક સાથે બંને જિલ્લામાં ચલાવશે રેસ્ક્યુ ઓપરેશન

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે.  રાજકોટ જિલ્લાના કલેક્ટરે જણાવ્યુ કે,  રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ગોંડલ, ધોરાજી, લોધિકા અને ખીરસરામાં વરસાદ પડ્યો છે. જેથી જિલ્લામાં બે જગ્યાએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટથી NDRFની ટીમ જામનગર રવાના કરવામાં આવી છે.

રાજકોટ

આ ઉપરાંત વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ છે.  વરસાદના કારણે જળાશયોમાં પાણીની સપાટી ઉંચી આવી  છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સૌથી વધુ પાણીની આવક થઈ છે.  આ ઉપરાંત હજુ પણ 48 કલાક વરસાદની આગાહી પગલે તંત્ર લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે. તો બીજી તરફ શહેરના રૈયા રોડ પર પાણીના વહેણમાં કાર ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા. રૈયા રોડ પર બે ફૂટ જેટલું પાણી ભરાયુ છે. જેથી વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો હતો.

તો રાજકોટમા પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. અહીના વોર્ડ નંબર ૧૪ પાસે આવેલા હાથીખાના વોકડામાં અનેક લોકો ફસાયા હતા. જ્યાં અધિકારીઓ કે તંત્ર ન પહોંચતા કોંગી આગેવાનોએ રેસ્કયૂ ઓપરેશન હાથ ધરીને લોકોને બચાવ્યા હતા. પચાસથી વધુ લોકોને કોંગી નેતા રણજીત મુંધવા, રમેશ તલાટીયા, એન ડી ગોહેલએ પાણીમાંથી બહાર કાઢયા હતા. તેમની સાથે સ્થાનિક પોલીસ અધિકારીઓ  પીઆઇ જોશી અને પીએસઆલ ભટ્ટ પણ રેસ્કયૂ કામગીરીમાં જોડાયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!