રાજકોટ શહેરમાં ગત રોજ ભૂગર્ભ ગટર સાફ કરતા સમયે કોન્ટ્રાકટર અને મજુરના મોતને મુદ્દે રાજકોટ ઝોન 2ના ડીસીપી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં મૃતક મજૂરના પરિવારજનોને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા. જ્યાં પોલીસ અને પરિવારજનો વચ્ચે શાબ્દિક માથાકૂટ થઇ હતી. તે દરમિયાન મૃતકના માતા અચાનક ઢળી પડ્યા હતા.
રાજકોટ ઝોન ૨ના ડીસીપી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા
કોન્ટ્રાક્ટર-મજૂરના મોત મુદ્દે ડીસીપીએ મુલાકાત લીધી

મજૂરના પરિવારજનોમાં ભારે આક્રંદ છે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રાજકોટ ડીસીપી સુધીર કુમાર દેસાઇ કહ્યું કે, પરિવારજનોની માંગણી અંગે વિચારણા ચાલી રહ્યા છે. તેમજ કાયદાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. મેહુલ મેસડા (24) નામના સફાઇ કાર્યકર સમ્રાટ ઔદ્યોગિક વિસ્તારમાં ભૂગર્ભ ગટરમાં ઉતર્યોહતો અને ઝેરી ગેસને કારણે બેભાન થઈ ગયો હતો. તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટર અફઝલ કુકુર (42)જે સ્થળ પર હાજર હતા, તરત જ મહેદાને બચાવવા માટે ગટરમાં પ્રવેશ કર્યો અને તે પણ બેહોશ થઈ ગયો હતો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો