GSTV

VIDEO / રાજકોટ સીટી બસ ચાલકની ખુલ્લેઆમ દાદાગીરી, વૃદ્ધ રીક્ષાચાલકને રોડ પર સૂવાડી જાહેરમાં તમાચા ઝીંકી દીધા

Last Updated on November 25, 2021 by Bansari

રાજકોટમાં એક સીટી બસ ચાલકની દાદાગીરીનો વાયરલ વીડિયો સામે આવ્યો હતો. જેથી આ વાયરલ વીડિયોને લઈને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરનું મોટું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, એક બસ ડ્રાઈવર એક વૃદ્ધને માર મારી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ મહિલા અન્ડરબ્રિજ પાસે આવેલ બસ સ્ટોપનો આ વાયરલ વીડિયો હોવાનું સામે આવ્યું હતું. જો કે, કર્મચારીની કોઈ ભૂમિકા સામે આવશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનરે નિવેદન કર્યું હતું.

અત્રે મહત્વનું છે કે, આ વાઇરલ વીડિયો મામલે રાજકોટ મનપા કમિશનર દ્વારા સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુ. કમિશનરને જવાબદાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી

શહેરના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટી બસ સ્ટોપ ખાતે એક સિટી બસનો કર્મચારી એક વૃદ્ધ રિક્ષાચાલકને માર મારી રહ્યો હતો. જેનો હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘટનામાં એક વૃદ્ધને રોડ પર બેસાડીને સિટી બસનો કર્મચારી માર મારી રહ્યાં છે. આ સમગ્ર મામલે રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

કાલાવડ રોડ પર અંડર બ્રિજ નજીક એક રિક્ષા બસ સાથે ઘસાતા સિટી બસના કર્મચારીઓ અને રીક્ષા ચાલક વૃદ્ધ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી મામલો બિચકતા રીક્ષા ચાલકને ઢોર માર મારવામાં આવ્યો હતો. જો કે, હવે જોવાનું એ રહ્યું કે, આ ગંભીર મામલે મનપા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.

READ ALSO :

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!