GSTV
ટોપ સ્ટોરી

જવાબદાર કોણ? : સુરત બાદ હવે રાજકોટમાં બસમાં લાગી ભીષણ આગ, એકાએક આગ લાગતા મચી ગઇ દોડધામ

rajkot-bus-fire

હજુ તો સુરતનાં વરાછાનાં હીરાબાગ વિસ્તારની બસની આગની ઘટના સમી નથી ત્યાં તો વધુ એક બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટનાં ભક્તિનગર સર્કલ પાસે સીટી બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ચાલુ બસે જ અચાનક એન્જિનનાં ભાગમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી.

rajkot-Bus-Fire

જો કે, ચાલુ બસે જ આગ લાગતા મુસાફરો અને ડ્રાઇવર સલામત રીતે ઉતરી ગયા હતાં. પરંતુ ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી. બાદમાં આ ઘટનાની જાણ થતા જ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, બસમાં આગ કેમ લાગી તેનાં કારણો હજુ પણ અકબંધ છે.

surat Bus fire

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સુરતનાં હીરાબાગ નજીક પણ એક આવી જ ઘટના ઘટી હતી. જેમાં મંગળવારે રાત્રિએ વરાછાનાં હીરાબાગ પાસેથી પસાર થઇ રહેલી બસમાં આગ લાગતાં જ ACનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેનાં કારણે આગ વધુ વિકરાળ બની ગઇ હતી. એ દરમ્યાન બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો. પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી જ સળગી ગઈ હતી.બસમાં આગ લાગ્યા પહેલાનાં સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલાં સ્થાનિકો ઊભા થઇને દોડ્યાં હતાં.

READ ALSO :

Related posts

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ફાઈવ સ્ટાર ઉતારો / રાજસ્થાન રોયલ્સની ટીમ રોકાઈ છે અમદાવાદની આ હોટેલમાં, જૂઓ અંદરની તસવીરો

Hardik Hingu

ભારત vs જાપાન એશિયા કપ 2022: એશિયા કપ હોકીમાં ટીમ ઈન્ડિયાનું જોરદાર પ્રદર્શન, જાપાનને 2-1થી હરાવ્યું

Zainul Ansari
GSTV