ઉપલેટામાં ગધેથડ ગાયત્રી આશ્રમમા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. અનેક શિષ્યઓએ થાળીમાં પુજાપો લઇને ગુરુનું મંત્રો સાથે પૂજન કર્યુ હતું. તો દૂર દૂરથી આવેલા ભક્તો માટે હરિહરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ પણ ગુરુના સાનિધ્યમાં રહીને પ્રસાદ લઇને ધન્યતા અનુભવી હતી. બીજી તરફ મહંત લાલબાપુએ ગુરુ શિષ્યનો મર્મ સમજાવ્યો હતો અને કહ્યું હતું કે ગુરુ શિષ્યનો સંબંધ આધ્યાત્મિક હોવો જોઇએ. સ્વાર્થનો સંબંધ હોવો ન જોઇએ. પરમાત્માનું ધ્યાન ધરવુ. ગુરુના વચનનુ પાલન કરે અને ગુરુના રસ્તે રસ્તે ચાલે તો શિષ્યનો જરૂરથી ઉદ્યાર થઇ જાય છે.