GSTV
Rajkot Trending ગુજરાત

વરસાદ બન્યો મુસીબત / રાજકોટના આ બે પુલ થયા ધરાશાયી, વાહન વ્યવહાર ખોરવાયો

પુલ

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ રહી છે. આ વરસાદ કોઈના માટે રાહત છે, તો કોઈના માટે મુસીબત બની છે. ભારે વરસાદના પગલે રાજકોટના જામકંડોરણા પાસેનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. પુલ ધરાશાયી થતા 10થી 15 ગામોને જોડતો હતો. જોકે આ પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે.

પુલ

રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદી પુલ ધરાશાયી થયો હતો. જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જામકંડોરણાથી ગોંડલના અંદાજિત 10થી 15 ગામેને જોડતો પુલ ધરાશાયી થયો હતો. પુલ ધરાશાયી થતા મામલતદાર તેમજ પોલીસે ઘટનાસ્થળે જઇ અવર-જવર કરનારા લોકોને રોક્યા હતા. બીજી તરફ ધોળીધાર ગામ પાસેનો સ્ટેટ હાઇવે પરનો પુલ પણ ધરાશાઇ થયો હતો. ઉપરવાસમાં લોધિકા, ગોંડલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદને લઈને નદી ગાંડીતૂર બની હતી.

સ્ટેટ હાઈવે પરનો પુલ થયો ધરાશાયી

રાજકોટના જામ કંડોરણા પાસેની ફોફળ નદીમાં નવા નીરની આવક વચ્ચે ધોળીધાર ગામ પાસેનો સ્ટેટ હાઈવે પરનો પુલ ધરાશાયી થયો છે. જેથી જામ કંડોરણાથી ગોંડલ જતો વાહન વ્યહાર ખોરવાયો છો. ઉપરવાસમાં લોધિકા, ગોંડલ પંથકમાં પડેલ ધોધમાર વરસાદને લઈને ફોફળ નદી ગાંડીતુર બની છે. જામકંડોરણા ગોંડલ માર્ગ પરનો પૂલ ધરાશાયી થયો છે. આ પુલ 10થી 15 ગામોને જોડે છે. બ્રીજ ધરાશાયી થતા મામલતદાર તેમજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને લોકોને બ્રીજની નજીક જતા અટકાવ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel

રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે

pratikshah

Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ

Damini Patel
GSTV