GSTV

ન સુધર્યા ભાજપ કાર્યકરો: મુખ્યપ્રધાનના ઘરઆંગણે ઉડ્યા કોરોના ગાઈડલાઇનના ધજાગરા

Last Updated on February 23, 2021 by Pravin Makwana

રાજકોટ શહેર એટલે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમ ટાઉન. જ્યાં ભાજપનો જ્વલંત વિજય થયો. પરંતુ વિજયના ઉન્માદમાં ભાજપના કાર્યકરો એ વાત ભૂલી ગયા કે મુખ્યમંત્રી ખુદ હમણાં જ કોરોનામાંથી બેઠા થયા છે. ભાજપના કાર્યકરોએ તો ઉન્માદમાં આવીને નિયમો તો નેવે મૂક્યા જ સાથો સાથ શહેરીજનોને તકલીફ પડે તેવા રીતે વિજય સરઘસ કાઢ્યા.

ભાજપ

જનતાનો સાથ મળ્યો ખુશીની વાત છે પણ વિજયના ઉમળકામાં એવું ન કરવું જોઇએ કે ખુદનો અને અન્યોના જીવ જોખમમાં મૂકાય. આ વાત ભાજપના વિજયી ઉમેદવારો અને ભાજપના એ કાર્યકરોને લાગૂ પડે છે જેઓએ રાજકોટમાં જીત મળતાની સાથે જ જેવી રીતે વિજયની ઉજવણી કરી તે દ્રશ્યો તેમના ચહેરા પર તો ખુશી લાવે તેવા હતા. પરંતુ કોરોના કાળમાં આ દ્રશ્યો ભયજનક સાબિત થઇ શકે છે.

આપણે એ વાતને ભૂલી ન જવી જોઇએ કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજકોટમાં રેલી યોજી ત્યારબાદ કોરોના વકર્યો હતો. આ રેલીમાં રાસ ગરબા રમાયા હતા ત્યારબાદ શું થયું હતું તેનાથી સૌ કોઇ વાકેફ છે…ત્યારે ભૂતકાળમાં થયેલી આ ભૂલનું ફરી પુનરાવર્તન થતું રાજકોટમાં જોવા મળ્યું. વિજયના ઉન્માદમાં કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોને ઉડાવી જ દીધા હતા.

સાથોસાથ રાજકોટમાં ભાજપના વિજય સરઘસે શહેરને બાનમાં લીધું, ચારે તરફ ટ્રાફિકજામ થતા લોકો પરેશાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 48 બેઠક પર વિજય મેળવીને રાજકોટમાં પોતાની સત્તા સ્થાપિત કરી દીધી છે અને પોતાની જીતને વિજય સરઘસ સ્વરૂપે સમગ્ર રાજકોટના મુખ્ય વિસ્તારોમાં કાઢવામાં શરુ કરી દીધું છે, ભાજપના આ વિજય સરઘસે સમગ્ર રાજકોટ શહેરને બાનમાં લીધું છે, ચારે તરફ ટ્રાફિકજામ થતા લોકો પણ પરેશાન થયા છે. જાણે રાજકોટ શહેર જાણે કોરોનામુક્ત થઈ ગયું હોય તેમ પક્ષના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્નો પ્રજા કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ચેતી જજો/ ગુજરાતમાં કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી, જાન્યુઆરીના 20 દિવસમાં કોરોનાથી 81નાં મોત

Pravin Makwana

બાપ રે… શહેરને મહામારીની લાગી કાળી નજર! છેલ્લા 24 કલાકમાં કેસો 9800ને પાર, તો 7 ના મોતે તંત્રને પણ હચમચાવ્યું!

pratik shah

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ, ગુજરાતમાં કેસના આંકડામાં આજે પણ એક નવો રેકોર્ડ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!