GSTV

રાજકોટ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન પહેલા જ સાંસદ અને જિલ્લા ઉપાધ્યક્ષ વચ્ચે બોલાચાલી, લોકોએ ઉતાર્યો વીડિયો

Last Updated on September 14, 2021 by Bansari

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર રાજકોટ આવ્યા. ત્યાં જ રાજકોટ ભાજપમાં ડખ્ખો પડ્યો. રાજકોટના સાંસદ મોહન કુંડારીયા અને અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતન રામાણી વચ્ચે સરાજાહેરમાં બોલાચાલી થઇ. જેનો વીડિયો પણ હાલમાં વાયરલ થયો છે.

વીડિયોમાં સાંસદ મોહન કુંડારીયાને ચેતન રામાણીએ ટોણો માર્યો હતો. તો આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ બંનેને છોડાવ્યા અને મામલો શાંત પાડવાની કોશિષ કરી હતી. તો આ દરમિયાન વીડિયો ઉતારતા લોકોને અટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

જોકે બાદમાં મોહન કુંડાળિયાએ કહ્યું કે માત્ર લાઈનમાં ઉભા રહેવા માટેની વાત હતી. આ બાબતે ક્યાંય ફરિયાદ કરવાનો નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં

જામનગરમાં આભ ફાટ્યાની સ્થિતિ બાદ સર્જાયેલી સ્થિતિના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. અનેક પંથકોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. ત્યારે નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરનું હવાઈ નિરીક્ષણ કરીને વરસાદ બાદની સ્થિતિની સમીક્ષા કરશે. તેમની સાથે આર.સી. ફળદુ પણ ઉપસ્થિત રહેવાના છે. ભૂપેન્દ્ર પટેલ સૌરાષ્ટ્રના જામનગર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ જશે અને ભારે વરસાદ બાદ ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવશે. મુખ્યપ્રધાન સાથે સાંસદ પૂનમ માડમ અને મુખ્ય સચિવ પંકજ કુમાર પણ ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રી

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ દિવસે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જામનગર રાજકોટ જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ ને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જામનગર ના કલેકટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને બચાવ અને રાહત કામગીરી તેમજ પાણીમાં ફસાયેલા લોકો ને એન ડી આર એફ ની મદદ થી સ્થળાંતર કરવા ની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી

Read Also

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!