GSTV

નો માસ્ક-નો ડિસ્ટન્સ, વેક્સિનના 100 કરોડ ડોઝના ઉજવણી કાર્યક્રમમાં કાર્યકરોએ જ કર્યો નિયમોનો ઉલાળિયો

Last Updated on October 22, 2021 by Dhruv Brahmbhatt

દેશમાં 100 કરોડના રસીકરણના લક્ષ્યાંક બાદ સમગ્ર દેશમાં આની ઉજવણી થઈ છે. પરંતુ રાજકોટમાં ભાજપના વેક્સિનેશન ઉજવણી કાર્યક્રમમાં જ પાર્ટી કાર્યકરો જ માસ્ક પહેરવાના પીએમના સૂચનનો ઉલાળિયો કરતા જોવા મળ્યાં. આજે જ વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં વેક્સિન લીધી હોય તેમ છતાં માસ્કનું મહત્વ સમજાવતા અભિન્ન અંગ બનાવવાની વાત કહી હતી. પરંતુ રાજકોટના કિશનપરા ચોક ખાતે ભાજપના કાર્યક્રમમાં જ યુવા કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતાં.

આમ, ખુદ વડાપ્રધાને માસ્ક પહેરવાની સૂચનો કર્યા છે પરંતુ રાજકોટ ભાજપના યુવા કાર્યકરોને તો જાણે કે, શેઠની શીખામણ ઝાંપા સુધી જ હોય તેમ 100 કરોડ રસીકરણ ડોઝની ઉજવણી પર માનવ સાંકળ રચવાના કાર્યક્રમમાં માસ્ક વિના જોવા મળ્યાં અને તેની પર રાજકોટ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે ફોટા પડાવવા માટે માસ્ક ન પહેર્યા હોવાની દલીલ કરતા જોવા મળ્યાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન પીએમ મોદીનું આ 10મું સંબોધન છે. અગાઉ ગઈકાલે જ ભારતે કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હવે તમામની નજર પીએમ મોદીના સંબોધન પર છે. તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં દિવાળી અને છઠ જેવા તહેવારો આવવાના છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી પોતાના સંબોધનમાં આગામી તહેવારો પર લોકોને કોરોના વિશે ચેતવણી આપી શકે છે.

ભારતનું રસીકરણ અભિયાન સબકા સાથ-સબકા વિકાસ અને સબકા પ્રયાસનું જીવંત ઉદાહરણ

કોરોના સામે લડી રહેલા ભારતે 100 કરોડ ડોઝનો આંકડો પાર કરી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે પીએમ મોદીએ દેશને સંબોધન કરી જણાવ્યું કે,  100 કરોડ રસીકરણ ડોઝ માત્ર આંકડો નથી, આ નવા ભારતની તસવીર છે. પીએમ મોદીએ કહ્યુ કે, ભારતે કર્તવ્ય પાલન સાથે મોટી સફતા મેળવી છે. આજે દેશમાં 100 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા. આ ડોઝ આપવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નથી.  ભારતને જે સફળતા મળી તે દેશવાસીઓની સફળતા છે. આજે આખી દુનિયા ભારતની આ તાકાતને મહેસૂસ કરી રહી છે. ભારતનું રસીકરણ અભિયાન સબકા સાથ-સબકા વિકાસ અને સબકા પ્રયાસનું જીવંત ઉદાહરણ છે. કોરોના મહામારીની શરૂઆતમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભારત કોરોના જેવી મહામારી સામે લડવામાં મુશ્કેલીનો સામનો કરશે.. પરંતુ ભારતે રસીના ડોઝ આપવામાં ઐતિહાસીક સિદ્ધી મેળવી છે.

મેડ ઈન ઈન્ડિયાની તમામ વસ્તુને આપણે ખરીદવી જોઈએ : PM મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મેડ ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા અપીલ કરી. તેમણે જણાવ્યુ કે, આજે મેડ ઈન ઈન્ડિયાની તાકાત વધી છે. આપણે દેશમાં બનેલી વસ્તુને વ્યવ્હારમાં લાવવી પડશે. દેશના લોકો આજે લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યાં છે.  ભારત મોટા લક્ષ્યને નક્કી કરી તેને હાંસલ કરવા માટે તૈયાર છે. મેડ ઈન ઈન્ડિયાની તાકાત બહુ મોટી છે. તેને ભારતીયો અનુભવી રહ્યા છે.  પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, મેડ ઈન ઈન્ડિયાની વસ્તુ બનાવવામાં જે ભારતીયનો પરસેવો પડ્યો છે. તેવી તમામ વસ્તુને આપણે ખરીદવી જોઈએ અને આ તમામ લોકોના પ્રયાસથી શક્ય બનશે.

યુદ્ધ ચાલુ છે એટલે હથિયાર હેઠે ના મૂકો, તહેવાર પહેલાં PM મોદીએ દેશને કર્યા સાવચેત

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કોરોના સામેની આપણી લડાઈ હજી ચાલુ છે. આપણું કવચ ગમે તેટલુ ઉત્તમ કેમ ન હોય, હજી આપણું કોરોના સામે યુદ્ધ ચાલુ છે. જેથી હથિયાર નીચે ન મુકવા જોઈએ. દિવાળીના તહેવારોને સતર્કતા સાથે ઉજવવાના છે. આપણે  બહાર જઈએ એટલે જૂતા પહેરીએ છીએ તેવી રીતે આપણે માસ્ક પણ પહેરવો જોઈએ. આપણે માસ્ક પહેરવાને સહજ સ્વભાવ બનાવવો પડશે. આપણે કોરોના સામે લાપરવાહ ન બનીએ અને દિવાળી પહેલાં 100 કરોડ રસીના ડોઝથી લોકોમાં વિશ્વાસ વધ્યો છે.

કોવિન પ્લેટફોર્મ આજે વિશ્વ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર : મોદી

પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ભારતે રસી માટે કોવિન એપ બનાવી જેના વખાણ દુનિયાના દેશો કર્યા. એપના કારણે દેશના તમામ લોકોને રસી આપવાનું કામ સરળ બન્યું. આજે કોવિન એપ વિશ્વના દેશ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.’

100 કરોડ ડોઝ પૂર્ણ થવા પર આરોગ્ય કર્મચારીઓને અભિનંદન

ટ્વીટ કરીને રસીકરણમાં ઇતિહાસ રચવા પર પીએમ મોદીએ કહ્યું, ‘ભારતે ઇતિહાસ રચ્યો છે. અમે ભારતીય વિજ્ઞાન, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની જીત જોઈ રહ્યા છીએ. રસીકરણમાં 100 કરોડનો આંકડો પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા બધાનો આભાર.

covid-19-vaccine

કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ 10મું સંબોધન છે. અગાઉ ગઈ કાલે જ એટલે કે, ગુરૂવારે જ ભારતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કયા મુદ્દાઓને આવરી લેશે તેને લઈ સૌ કોઈ ઉત્સુક છે. ગણતરીના દિવસોમાં જ દિવાળી અને છઠ જેવા તહેવારો આવી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં આગામી તહેવારોને લઈ દેશવાસીઓને કોરોના અંગે સાવચેત કરશે તેવી ધારણા છે.

વડાપ્રધાન પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ચોંકાવનારા નિર્ણયોની ઘોષણા કરવાને લઈ પણ ઓળખાય છે. 2016માં 8 નવેમ્બરના રોજ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન નોટબંધીની ઘોષણા કરી હતી. તે જ રીતે 2020માં આવા જ એક સંબોધન દરમિયાન દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.

READ ALSO :

Related posts

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ભેજાબાજ / ઇન્ટરનેશનલ કોલ ટ્રાન્સફર કરી ભારત સરકારને ચોપાડ્યો લાખો રૂપિયાનો ચૂનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરકડ

Zainul Ansari

પોરબંદર / 18 પાકિસ્તાની માછીમારોને કોર્ટમાં કરાયા રજૂ, પોલીસને 10 દિવસની મળી રિમાંડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!