સમગ્ર ગુજરાતમાં કોરોનાએ ભારે ઉથલો માર્યો છે. ગત રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 હજાર 966 કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે રાજ્યમાં હવે પોલીસ બેડામાં પણ કોવિડ-19એ જોરદાર ઉથલો માર્યો છે. રાજકોટ પોલીસ બેડામાં કોરોનાએ ભારે કહેર વર્તાવ્યો છે. અધિકારી અને પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. 45 પોલીસકર્મીઓને કોરોના થયો છે. ઝોન-1નાં DCP પ્રવીણકુમાર મીણા, ACP પટેલ, B ડિવિઝનનાં PI આસુરા, હેડ ક્વાર્ટરનાં PI એમ.એન.બોરીસાગર, મહિલા પોલીસનાં PSI એસ.પી.ગઢવી પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાઈ રહી છે. રાજ્યમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 હજાર 966 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 લોકોના મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 8391 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 6 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.

કેસમાં આજે પણ નવો રેકોર્ડ
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,966 નવા કેસ
- આજે 9828 દર્દીઓ સાજા થયા
- આજે કોરોનાથી 12 મોત
શહેરોમાં કેસ
- અમદાવાદ 8391
- સુરત 3318
- રાજકોટ 1259
- વડોદરા 1998
- રાજ્યમાં એક્ટીવ કેસ 90,726
- આજે કોરોના વેક્સિનના 2.02 લાખ ડોઝ અપાયા
- અત્યાર સુધી કુલ 9.55 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે
રાજ્યમાં એક્ટિવ કેસ 90 હજારને પાર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં 20966 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 12 દર્દીઓના મોત થયા છે અને 9 હજાર 828 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક્ટિવ કેસ પણ 90 હજારને પાર થયાં છે. આજરોજ જાહેર કરેલા આંકડા મુજબ 90,726 એક્ટિવ કેસ છે. તેમાથી 125 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 90,601 દર્દી સ્ટેબલ છે.

233 દિવસ પછી સૌથી વધુ મોત
રાજ્યમાં બીજી લહેરમાં 263 દિવસ અગાઉ 30 એપ્રિલના રોજ સૌથી વધુ 14,605 કેસ નોઁધાયા હતા. જ્યારે 233 દિવસ બાદ આટલાં મોત નોંધાયા છે. અગાઉ 9 જૂને 10નાં મોત નોંધાયા હતા. જ્યારે આજ રોજ 12 લોકોના મોત નોંધાયા છે.
રાજ્યમાં ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા
રાજ્યમાં આજ રોજ જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 20,966 કેસ નોંધાયા છે. આ આંકડાએ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14,605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1,607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે તે જોવાનું રહ્યું?

અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના કેસ
અમદાવાદમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. આજરોજ તો શહેરમાં 8 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 8391 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન વધુ 6 દર્દીઓના મોત થયા છે. સુરતમાં પણ કોરોના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આજરોજ કોર્પેરશનના વિસ્તારમાં 3318 કેસ નોંધાયા છે, જ્યારે આ દરમિયાન 1 દર્દીનું મોત થયું છે.
READ ALSO :
- પૃથ્વીરાજનો સેટ 12મી સદીનો બતાવવા આદિત્ય ચોપરાએ ખર્ચ્યા 25 કરોડ રૂપિયા, આ શહેરોની આબેહૂબ છબી બનાવી
- દુ:ખદ: આફ્રિકી દેશ સેનેગલના ઈતિહાસમાં સૌથી મોટી આગ હોનારત, 11 નવજાત શિશુઓ જીવતા ભૂંજાયા
- માતા-પિતા પર ત્રાસ ગુજારનાર સંતાનો થશે ઘર અને સંપત્તિમાંથી બહાર, કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદો
- સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો
- સુરતના પશુપાલકો માટે આનંદના સમાચાર, સુમુલ ડેરીએ દૂધમાં પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયાનો વધારો કર્યો