રાજકોટ જિલ્લામાં છેલ્લા 40 દિવસથી સાવજોની ત્રિપુટીએ ધામા નાખ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં સાવજોની ત્રિપુટીએ 36 થી વધુ પશુધનના મારણ કર્યા હોવાનું સામે આવ્યું છે. ગત સપ્તાહે સાવજો રાજકોટ શહેરના સીમાડા સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું હતું.

રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તાર પાસે એક વાડીમાં ગાયનું મારણ કર્યું હતું. ત્રણ દિવસથી સાવજોની ત્રિપુટીએ રાજકોટ તેમજ સરધાર રેન્જમાં ધામા નાખ્યા છે. રાજકોટ શહેરથી ૨૨ કિલોમીટર દુર વડાળી ગામે રાત્રિના સમયે ગામના સીમાડે સિંહો લટાર મારતા હોય તેવો વીડીયો ગ્રામજનોએ પોતાના કેમેરામાં કેદ કર્યો છે.

આજે વહેલી સવારે ગામના સીમ વિસ્તારમાં એક વાછરડીનું મારણ કર્યું છે. દિવસેને દિવસે પશુધનના મરણનો આંક વધી રહ્યો છે. જેના કારણે માલધારીઓએ પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ગીરના સિંહોને ગીર તરફ વાળવામાં આવે તેવી રજૂઆત કરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- એરફોર્સના ઈતિહાસનો આઘાતજનક અકસ્માત / બે અલગ રાજ્યોમાં એરફોર્સના એક સાથે એક જ સમયે ત્રણ વિમાનો ક્રેશ
- રાજસ્થાન, બાદ MPના મુરેનામાં વધુ એક સુખોઈ અને મિરાજ ક્રેશ
- ટૂરિસ્ટની પાસે આવી ગયો ખૂંખાર વાઘ, અટકી ગયા બધાના શ્વાસ જાતે જ જોઇ લો વીડિયો
- IND vs NZ: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે મેચ જોવા રાંચી પહોંચેલો, વીડિયો વાયરલ
- રાજસ્થાન/ ભરતપુરમાં આર્મીનું ફાઈટર જેટ ક્રેશ, અધિકારીઓ પહોંચ્યા ઘટનાસ્થળે