GSTV
Rajkot ગુજરાત

નગરપાલિકા દ્વારા ફળની વખારો અને ધંધાર્થીને ત્યાં તપાસ, 100 કિલો અખાદ્ય કેરી કબ્જે

કેરી

પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નગરપાલિકા દ્વારા ફળની વખારો અને ધંધાર્થીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ૧૦૦ કિલોથી વધુ અખાદ્ય કેરીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો તથા દંડ ફટકારવામાં આવ્યો હતો. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે પોરબંદર નગરપાલિકાનું તંત્ર તકેદારી રાખી રહ્યું છે.

તેની સાથોસાથ હાલ ઉનાળામાં અખાદ્ય પદાર્થોથી રોગચાળો ફેલાય નહીં તે માટે પણ પાલિકા દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલમાં કેરીની સીઝન શરૂ થઈ છે. ત્યારે પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાંથી કેરીનો જથ્થો વેપારીઓને પહોંચાડવામાં આવે છે.

100 કિલો અખાદ્ય કેરી કબ્જે

તેથી યાર્ડમાં આવેલી કેરીની વખારો સહીત ફ્રૂટના છૂટક અને હોલસેલ ધંધાર્થીઓને ત્યાં પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચનાથી હેલ્થ ઓફિસરની ટીમે ૧૫ જેટલી કેરીની વખારોમાં તપાસ કરી હતી અને અંદાજે ૧૦૦ કિલો જેટલો અખાદ્ય કેરીનો જથ્થો કબ્જે કરીને તેનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

તે ઉપરાંત ફળના છૂટક ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કાર્બાઈડથી કેરી પકવવામાં આવી રહી છે કે કેમ? તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV