GSTV

રાજીવ ત્યાગીનું નિધન: કોંગ્રેસે આજે એક ‘બબ્બર શેર’ ખોયો, વાજપેયીને કાળા વાવટા બતાવી આવ્યા હતા લાઈમલાઈટમાં

કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીના મોતના સમાચાર મીડિયામાં વીજળી વેગે ફેલાયા હતા. મૃત્યુ પહેલાના થોડા કલાકો સુધી તો તેઓ તંદુરસ્ત દેખાતા હતા. ટીવી ચેનલો પર બિંદાસ્ત અને તાકાત સાથે કોંગ્રેસની તરફેણ કરનાર રાજીવ ત્યાગી પાર્ટી અને દેશના દરેક સળગતા મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા.

બુધવારે તેઓ કોંગ્રેસ વતી ચર્ચામાં પણ જોડાયા હતા. ત્યાં સુધી કોઈને પણ આ ખરાબ ક્ષણનો સહેજ પણ ખ્યાલ નહોતો. રાજીવ ત્યાગી યુપીના બિજનૌરના રહેવાસી હતા. તેમણે ગાઝિયાબાદમાં અભ્યાસ પણ કર્યો હતો અને એમબીએની ડિગ્રી પણ મેળવી હતી.

આરએલડીમાંથી કરી કરિયરની શરૂઆત

રાજીવ ત્યાગીએ રાષ્ટ્રીય લોક દળથી રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ ગાઝિયાબાદમાં રાષ્ટ્રીય લોકદળના જિલ્લા પ્રમુખ હતા. જાન્યુઆરી 2006 માં, તેઓ કોંગ્રેસમાં જોડાયા.

વાજપેયીને કાળા ઝંડા બતાવ્યા હતા

રાષ્ટ્રીય લોક દળમાં હતા, ત્યારે તેઓ પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને કાળા ઝંડા બતાવીને ચર્ચામાં આવ્યા હતા. જ્યારે વાજપેયી દેશના વડા પ્રધાન હતા, ત્યારે તેમણે ગાઝિયાબાદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાજીવ ત્યાગીએ વાજપેયીને કાળો ઝંડો બતાવ્યો હતો.

રાજીવ ત્યાગી એ એક નેતા હતા, જે સતત ખેડૂતોની માંગણીઓ માટે સંઘર્ષ અને લડત ચલાવતા હતા. વસુંધરા હાઉસિંગ ડેવલપમેન્ટ કાઉન્સિલમાં થયેલા કૌભાંડ અને ખેડૂતોની માંગને કારણે તેમણે ભાજપના નેતા લાલજી ટંડનને ગેસ્ટહાઉસમાં બંધ કરી દીધા હતા.

કોંગ્રેસ આગળ ઝડપી

કોંગ્રેસમાં જોડાયા પછી તેમણે તેમની વાક્ચાતુર્યતાના આધારે ઝડપથી પ્રગતિ કરી. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની તેમની ટીમમાં મહત્વપૂર્ણ જવાબદારી હતી અને યુપી કોંગ્રેસના મહામંત્રી તરીકેની નિમણૂક કરી હતી. હાલના સમયમાં તેઓ પ્રિયંકા ગાંધી સાથે પાર્ટીના વિસ્તરણમાં રોકાયેલા હતા. લગભગ 15 વર્ષ કોંગ્રેસમાં રહેલા રાજીવ ત્યાગી પક્ષની વિચારધારા સમર્પિત નેતા હતા.

કોંગ્રેસે બબ્બર શેરને ગુમાવ્યા-રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજીવ ત્યાગીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે આજે તેનો એક બબ્બર શેર ગુમાવ્યો છે. રાજીવ ત્યાગીના કોંગ્રેસ પ્રેમ અને સંઘર્ષની પ્રેરણા હંમેશા યાદ રહેશે. તેમને શ્રદ્ધાંજલિ અને પરિવાર પ્રત્યે સંવેદના.

પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું છે કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગીનું અકાળ મૃત્યુ મારા માટે વ્યક્તિગત દુ: ખ છે. આપણા બધા માટે અહીં ન ભરવાપાત્ર નુકસાન થયું છે, રાજીવજી એક સમર્પિત યોદ્ધા હતા. યુપીના તમામ કોંગ્રેસી તરફથી પરિવાર પ્રત્યે શોક. ભગવાન તેમના પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે.

READ ALSO

Related posts

ખેડૂત બિલ : મોદી સરકાર સામે એક સાથે 18 પાર્ટીઓએ છેલ્લો દરવાજા ખખડાવ્યો

pratik shah

સ્કૂલમાં ધોરણ 9થી 12માં એડમિશન લેવું છે તો આ છે અંતિમ તારીખ, સરકારે ડેડલાઈન જાહેર કરી

pratik shah

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!