અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમા મોદી સરકારને વધુ એક મોટી સફળતા મળી છે. ક્રિશ્ચિયન મિશેલ બાદ આ કેસના વધુ બે આરોપી રાજીવ સક્સેના અને દીપક તલવારનું પ્રત્યાર્પણ થઈ શક્યુ છે. અને બંનેને ભારતમાં લાવવામાં આવ્યા છે. દીપક તલવાર અને રાજીવ સક્સેનાને ઈડીની ઓફિસમાં રાખવામાં આવ્યા. આ ગોટાળાનો આરોપી રાજીવ સક્સેનાને સંયુક્ત અરબ અમીરાતના દુબઈમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ભારત પહોંચતા જ ઈડીએ રાજીવ સક્સેના અને દીપક તલવારની અટકાયત કરવામાં આવી.

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડમાં ધરપકડ કરાયેલા ક્રિશ્ચયન મિશેલ બાદ આ પ્રકારની બીજી મોટી કાર્યવાહી છે. માનવામાં આવે છે કે, લોબિસ્ટ દિપક તલવાર દુબઈ ભાગી ગયો હતો. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સંયુક્ત અરબ અમીરાતની સરકારે પ્રત્યર્પણ દ્વારા બ્રિટિશ નાગરિક ક્રિશ્યન મિશેલને ભારત સોંપ્યો હતો.
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!
- Women’s T20 Challenge/ સુપરનોવાસે ત્રીજી વખત મહિલા T20 ચેલેન્જ ટ્રોફી જીતી, વેલોસિટીને 4 રનથી હરાવ્યું
- ૬૪ દિવસ અને ૭૩ મેચ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ- 15ની સિઝન હવે અંતિમ મુકામે, એ.આર. રહેમાન, રણવીર સિંહ સહિતના સ્ટાર પર્ફોર્મ કરશે
- સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી
- BIG NEWS: મહારાષ્ટ્રની અઘાડી સરકાર લાદશે આકરા પ્રતિબંધો, કોરોનાના દરદીઓમાં વધારો થતા સરકારે આપ્યા સંકેતો