GSTV
Home » News » કોંગ્રેસના કકળાટને ઠારવા રાજીવ સાતવના બનાસકાંઠામાં ધામા

કોંગ્રેસના કકળાટને ઠારવા રાજીવ સાતવના બનાસકાંઠામાં ધામા

બનાસકાંઠા કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી બાદ શરૂ થયેલો કકળાટ યથાવત છે અને કોંગ્રેસના કકળાટને ઠારવા માટે હવે રાજીવ સાતવે બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. કોંગ્રેસ પરથી ભટોળને બનાસકાંઠાથી ઉમેદવાર બનાવ્યા છે. જોકે તેઓને આયાતી ઉમેદવાર ગણાવીને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો નારાજ છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર સીએમ રૂપાણી સાથે બંધ બારણે બેઠક કરી ચુક્યા છે. તો ઠાકોરસેનાના સ્વરૂપજી ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે પ્રદેશના નેતાઓથી ડેમેજ કંટ્રોલ ન થતા હવે પ્રભારી સાતવ હરકતમાં આવ્યા છે.

અમદાવાદથી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયા ડીસા પહોંચ્યા છે. જ્યાં તેમણે ગુજરાતમાં કોંગ્રેસ તમામ સીટો પર વિજય તરફ આગળ વધી રહી હોવાનું કહ્યું હતું.

Read Also

Related posts

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!