GSTV

રાજીવ કુમારની સતત બીજા દિવસે પૂછપરછ, જોઈએ મમતા બેનર્જીના ધરણા કેટલા ફળે છે?

Last Updated on February 10, 2019 by

ચીટ ફંડ કેસ મામલે કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારની સતત બીજા દિવસે પૂછપરછ કરવામા આવી રહી છે. આ ઉપરાંત સીબીઆઈએ આજે ટીએમસીના પૂર્વ સાંસદ કૃણાલ ઘોષને પૂછપરછ માટે બોલાવ્યા છે. કૃણાલ ઘોષે શારદા ચીટ ફંડમાં મમતા બેનર્જીના પૂર્વ સાથી અને ભાજપના નેતા મુકુલ રોય સહિત 11 શખ્સોના નામ લીધા હતા.

જેથી સીબીઆઈ કૃણાલ ઘોષની પૂછપરછ કરવા ઈચ્છે છે. શનિવારે રાજીવ કુમારના વકીલ બિસ્વજીત દેબે જણાવ્યુ હતુ કે, રાજીવ કુમાર સીબીઆઈની પૂછપરછ માટે સહયોગ આપી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, સીબીઆઈએ રાજીવ કુમારના નિવાસ સ્થાને દરોડા પાડતા સમગ્ર વિવાદ સામે આવ્યો. મમતા બેનર્જી રાજીવ કુમારના બચાવમા ધરણા પર બેઠા. અને સીબીઆઈએ કોલકત્તા પોલીસ વિરૂદ્ધ સુપ્રીમમાં અરજી કરી. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજીવ કુમારની પૂછપરછ મેઘાલયની રાજધાની શિલોંગમાં કરવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીને બંગાળના મુખ્યમંત્રી મળ્યા મમતા બેનર્જી, પેગાસસ પર સર્વપક્ષીય પરિષદ બોલાવવાની કરી માંગ

pratik shah

બેબી પ્લાન કરવા વિષે વિચારી રહ્યા છો, તો આ 5 વસ્તુઓને સંપૂર્ણપણે એવોઈડ કરો

Vishvesh Dave

ખતરાની ઘંટડી / શી જિનપિંગની તિબેટ મુલાકાત ભારત માટે જોખમી, અમેરિકાના સાંસદ આપી ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!