બૉલીવુડ એક્ટર ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરનું મંગળવારે નિધન થઇ ગયું. રાજીવે રામ તેરી ગંગા મેલી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કાંતિ આ જાણકારીની પુષ્ટિ કરી છે.
રણધીર કપૂરે આ દુખદ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે ‘મારો સૌથી નાનો ભાઈ રાજીવ ગુમાવ્યો છે. હવે તે આ દુનિયામાં નથી. ડોકટરોએ તેને બચાવવા માટે પ્રયત્નશીલ પ્રયાસ કર્યા પણ તે બચાવી શક્યા નહીં. હું હજી પણ હોસ્પિટલમાં છું અને તેની ડેડબોડીને મળવાની રાહ જોઈ રહ્યો છું. નીતુ કપૂરે પણ રાજીવ કપૂરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તેમના મોતના સમાચારની પુષ્ટિ કરી છે.

રાજીવ ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા. ગત વર્ષે ઋષિ કપૂરનું અવસાન થયું હતું. જેના શોકમાંથી પરિવાર હજી સુધી બહાર આવી શક્યો નથી. અને હવે રાજીવના નિધનથી પરિવારને એક મોટો ઝટકો લાગ્યો છે.
‘રામ તેરી ગંગા મૈલી’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા

રાજીવ કપૂર અભિનેતા નિર્માતા અને દિગ્દર્શક હતા. તેમણે 1983માં ફિલ્મ એક જાન હૈ હમથી શરૂઆત કરી હતી. ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ સિવાય ફિલ્મો આસમાન (1984), લવ્વર બોય (1985), જબરદસ્ત (1985) અને હમ તો ચલે પરદેસ (1988) માં પણ જોવા મળ્યા હતા.
રાજીવ કપૂર દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મોમાં આ અબ લૌટ ચલે (1999), પ્રેમગ્રંથ (1996) અને હીના (1991) નો સમાવેશ થાય છે. પ્રેમગ્રંથનું નિર્દેશન પણ રાજીવ કપૂરે કર્યું હતું. એક્ટિંગમાં સફળતા નહીં મળ્યા બાદ રાજીવે પ્રોડ્યુસર તરીકે પોતાનું કામ શરૂ કર્યું. રાજીવે હીના, પ્રેમગ્રંથ અને અબ લોટ ચલે ફિલ્મોને પ્રોડ્યૂસ કરી છે.
Read Also
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા
- હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી
- સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ
- ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત
- કેટલીક સરકારો જાણીજોઈને સરકારી શાળાઓ અને હૉસ્પિટલોને બરબાદ કરે છે