GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

ખેડૂતોના ખાતામાં 5700 કરોડ થશે ટ્રાન્સફર : પ્રથમ હપતામાં મળશે 1500 કરોડ, સોનિયા થયા સક્રિય

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની શહિદ દિવસ પર છત્તીસગઢમાં સરકાર દ્વારા ખેડૂતોને ભેટ આપવામાં આવી છે. જેમાં સરકારે છત્તીસગઢમાં ખેડૂતો માટે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરી છે. આ પ્રસંગે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ દિલ્હી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપર્ક કર્યો હતો. તેમજ લોકોએ ઓનલાઈન જ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને 5700 કરોડ રૂપિયા રોકડ રકમ આપવામાં આવશે. તેમજ આ યોજનાનો અંતર્ગત પહેલો હપ્તો ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રથમ હપ્તામાં ખેડૂતોના ખાતામાં 1500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના તમામ લાભાર્થીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડવાયા હતા. તેમજ સમગ્ર રકમ 4 હપ્તામાં ખેડુતોના ખાતામાં ટ્રાન્સફર કરાશે.

19 લાખ ખેડૂતોને મળશે લાભ

આ યોજના અંતર્ગત છત્તીસગઢના 19 લાખ કેડૂતોને સીધો લાભ મળશે. તેમજ આ લાભાર્થીઓમાં 9,53,706 સીમાંત ખેડૂત, 5,60,285 નાના ખેડૂત અને 3,20,844 મોટા ખેડૂતોનો સમાવેશ થાય છે. દરેકના ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ સાથે જ 18.43 કરોડ રૂપિયા શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મળી છે. ત્યારે CM ભૂષણ બઘેલે કહ્યું કે, આ યોજનાથી ખેડૂતોની આવકમાં વધારો થશે.

ખેડૂતો

લોકોને પૈસા જોઈએ છે

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ દરમ્યાન કિધું કે, આજની સ્થિતિમાં કિસાનોને કર્જની જરૂર નથી. રૂપિયાની જરૂર છે. કોંગ્રેસની સરકાર ખેડૂતોને સીધી મદદ પહોંચાડી રહી છે. આ યોજના માટે રાહુલ ગાંધીએ છત્તીસગઢ સરકારના વખાણ કર્યા છે. અને કહ્યું છે કે, કોરોનાના સમયમાં પણ અમે ખેડૂતોની મદદ માટે પાછળ નથી હટ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, ન્યાય યોજનાનો વિચાર સાચો છે. આ પ્રસંગે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, રાજીવજીની ભાવના અનુરૂપ કામ થાય છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતો અને ખેતી આ દેશનું સાચું ઘન છે. છત્તીસગઢ સરકારે ખેડૂતો માટે સારું કામ કર્યું છે. આ માટે હું છત્તીસગઢની સરકારને અભિનંદન આપું છું.

દરેક તબક્કાના ખેડૂતોને થશે ફાયદો

આ પ્રસંગે CM ભૂષણ બઘેલે કહ્યું કે, રાજીવ ગાંધી કિશાન ન્યાય યોજનાથી દરેક પ્રકારના ખેડૂતોને ફાયદો થશે. લોકોની આવક વધારવા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. ખેડૂતો પાસેથી અમે કેન્દ્ર સરકાર કરતા વધુ એમએસપી પર ડાંગરની ખરીદી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, આ યોજનાનો ફાયદો મજૂરોને પણ થશે. તેમજ કિશાન ન્યાય યોજનાની શરૂઆત કરતા CM ભૂષણે 40 ઉત્તમ ખેડૂતોને સન્માનિત કર્યા હતા.

ખેડૂતોને મળશે આ લાભ

આ કિશાન યોજના અંતર્ગત ડાંગરના ખેડૂતોને વધારાના 10 હજાર રૂપિયા પ્રતિ એકરે આપવામાં આવશે. તેમજ રૂ .350 કરોડના ટેકાના ભાવ અનુસાર 250 કરોડની શેરડીની ખરીદી કરવામાં આવશે. ત્યારે ડાંગર, મકાઈ અને શેરડીના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.

Related posts

મોદી સરકારે સત્ય સ્વિકાર્યું : હોસ્પિટલોમાં નહીં મળે જગ્યા, કોરોનાના એટલા વધી રહ્યા છે કેસ

Harshad Patel

ભાજપનું કોંગ્રેસીકરણ: 2002 પછી 65 કોંગેસી ધારાસભ્યો ભાજપમાં ઓળઘોળ થયાં, આ છે લિસ્ટ

Yugal Shrivastava

ઓ બાપ રે… કોરોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, 9633 કેસ પોઝિટીવ, રોગચાળો સરકારની કાબૂ બહાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!