GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

મોદી સરકારના નિશાના પર ગાંધી પરિવારના ત્રણ ટ્રસ્ટ, ગૃહ મંત્રાલયે બેસાડી ફંડિંગ માટેની તપાસ

રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં ફંડિંગ અંગે સતત ઉદ્ભવતા પ્રશ્નો વચ્ચે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલય દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે કે આ ફાઉન્ડેશનની ફંડિંગ, તેમના દ્વારા કરવામાં આવેલા નિયમોના ઉલ્લંઘનોની તપાસ કરશે. આ સમિતિનું નેતૃત્વ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વિશેષ નિયામક સિમંચલ દાસ કરશે. બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા દ્વારા આ માહિતી ટ્વિટ કરીને આપવામાં આવી હતી. ટ્વિટમાં કહ્યું છે કે, ‘કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આંતર મંત્રાલય સમિતિની રચના કરી છે, જે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે.

ટ્રસ્ટ સાથે જોડાયેલ તપાસ ત્રણ અલગ-અલગ એજન્સીઓ કરશે

અનેક ફેક્ટરીઓની તપાસ ત્રણ એજન્સીઓની જવાબદારી આ તપાસમાં પીએમએલએ એક્ટ, ઇન્કમટેક્સ એક્ટ, એફસીઆરએ એક્ટના નિયમોના ભંગની તપાસ કરવામાં આવશે. સમિતિની અધ્યક્ષતા ઇડીના વિશેષ નિયામક કરશે. સૂત્રો અનુસાર, ટ્રસ્ટ સાથે જોડાયેલ તપાસ ત્રણ અલગ-અલગ એજન્સીઓ કરશે. આમાં સીબીઆઈની ટીમ FCRA એક્ટ હેઠળ તપાસ કરશે, આ સિવાય EDની ટીમ PMLA ઉલ્લંઘન તરફ અને આવકવેરા વિભાગ ટેક્સ સંબંધિત મામલાની તપાસ કરશે.

રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી નાણાં મળવાનો છે આક્ષેપ

હકીકતમાં, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પલટવારમાં કોંગ્રેસને ઘેરી હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા વતી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી નાણાં મળે છે. આ સિવાય યુપીએ સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દેશ માટે વડા પ્રધાન રાહત ફંડમાંથી પૈસા પણ આપ્યા હતા.

કોંગ્રેસે તમામ આરોપો નકારી કાઢ્યા

ભાજપનો આરોપ છે કે 2005-08 સુધી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ રકમ પીએમએનઆરએફ પાસેથી મળી હતી. જો કે, જવાબમાં કોંગ્રેસે આ બધા આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દેશનો પાયો છે અને તેનું કાર્ય સેવા માટે કરવામાં આવે છે. કોંગ્રેસે કહ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને 2005-06માં પીએમએનઆરએફ પાસેથી નજીવી રકમ મળી હતી, જેનો ઉપયોગ આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સમાં રાહત કાર્ય માટે કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel

પશ્ચિમ બંગાળ: મમતા સરકારે પંદર દિવસમાં 4 વખત બદલી લૉકડાઉનની તારીખો, વિપક્ષે કર્યો આક્ષેપોનો વરસાદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!