GSTV
Gujarat Government Advertisement

આબરૂના ધજાગરા/ તૃણમૂલમાંથી આવેલા નેતા ભાજપનો માથાનો દુઃખાવો, મમતાને ઘરભેગી કરવાના પ્લાનને આપ્યો ઝટકો

Last Updated on June 10, 2021 by Zainul Ansari

પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતાને હરાવવા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને મોટા પ્રમાણમાં લઈ તો આવ્યો પણ આ નેતા હવે હાઈકમાન્ડ માટે માથાનો દુઃખાવો બન્યા છે. બંગાળમાં હિંસા પછીની ચૂંટણીના પગલે રાષ્ટ્રપતિ શાસન લાદવાના મુદ્દે આ નેતાઓ સામસામે આવી જતાં ભાજપની આબરૂનો ધજાગરો થઈ રહ્યો છે.

ભાજપના ૧૮ સાંસદોએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી છે. તેની સામે મમતા સરકારમાં પ્રધાન રહી ચૂકેલા અને હવે ભાજપના નેતા રાજીવ બેનરજીએ ટ્વિટ કરી કે, બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જનાદેશનું અપમાન હશે. લોકોએ ચૂંટેલી સરકારને કલમ ૩૫૬ હેઠળ ઘરભેગી કરાશે તો લોકો ભડકી જશે.

બેનરજીના આ વલણ અંગે શુભેન્દુ અધિકારીએ નડ્ડા-શાહને ફરિયાદ કરતાં બેનરજીએ મંગળવારે પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે બોલાવેલ ભાજપના ટોચના નેતાઓની બેઠકમાં હાજરી ના આપી. બેનરજીના સમર્થનમાં મુકુલ રોય અને શામિક ભટ્ટાચાર્ય પણ ગેરહાજર રહ્યા. ઘોષે આ નેતાઓની ગેરહાજરીને મુદ્દે હોહા નહીં કરવા સૂચના આપતાં ભડકેલા સૌમિત્ર ખાન અને અર્જુન સિંહ ગુરૂવારે નડ્ડાને ફરિયાદ કરવા દિલ્હી આવવાના છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોના કાળમાં સરકારની કામગીરીથી લોકો નારાજ, વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ આરંભી: શું થશે ફેરફાર!

pratik shah

Healthy Tips / ડાયાબિટીસના દર્દીઓ જો આ પ્રકારે લંચ લેશે તો થશે અનેક ફાયદા, જાણો કઇ-કઇ ચીજો હોવી જરૂરી

Dhruv Brahmbhatt

જામનગર/ જર્જિરત ઇમારતોને નોટિસ આપવાનું નાટક, દર વર્ષે નોટિસ આપીને સંતોષ માને છે તંત્ર !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!