સાઉથ સિનેમાના સુપર સ્ટાર રજનીકાંતે ટેક્સ માફી અંગે મદ્રાસ હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. ખરેખર વાત એમ છે કે રજનીકાંત તેના મેરેજ હોલના ટેક્સને લઈને મદ્રાસ હાઈકોર્ટ પહોંચ્યા છે. તેમણે ચેન્નાઈમાં પોતાની પ્રોપર્ટી (શ્રી રાઘવેન્દ્ર કલ્યાણ મંડપમ) માટે ગ્રેટર ચેન્નાઇ કોર્પોરેશન દ્વારા 6.5 લાખ રૂપિયાના ટેક્સની માગણી સામે અરજી કરી છે.
Actor Rajinikanth moves Madras HC against property tax demand of Rs 6.5 Lakhs, by Greater Chennai Corporation, for his Sri Raghavendra Kalyana Mandapam in Chennai. In his petition, he states that he hasn't let out the marriage hall since March 24, so no revenue generated after it pic.twitter.com/LykMordc8S
— ANI (@ANI) October 14, 2020
મેરેજ હોલ ટેક્સનો શું મામલો છે
રજનીકાંતે પોતાની અરજીમાં કોરોના સમયગાળાને ટાંકીને પોતાનો મુદ્દો રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસ અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉનને કારણે 24મી માર્ચથી મેરેજ હોલ બંધ છે. આ સમય દરમિયાન ત્યાંથી કોઈ આવક પેદા થઈ નથી. આમ આ સમયગાળા માટેના ટેક્સની માગણી કરવી અયોગ્ય છે.
તામિલનાડુમાં રજનીકાંત કરોડો ફેન્સ ધરાવે છે
રજનીકાંતે સત્તાવાળાઓને આ સમય દરમિયાનના ટેક્સમાં રાહત આપવાની વિનંતી કરી છે. સાઉથમાં અને ખાસ કરીને તામિલનાડુમાં રજનીકાંત કરોડો ફેન્સ ધરાવે છે. ત્યાં રજનીકાંતને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત