પોતાના થલાઈવાને રોડ પર ગાડી ચલાવતા દરરોજ જોવા મળતા નથી, બરાબરને? જ્યારે તે ડ્રાઇવરની સીટ પર બેસે છે ત્યારે તેના ફેન્સ તેની તસ્વીર અને વીડિયો વાયરલ કરવામાં પણ જરાય વિલંબ કરતા નથી. આજે પણ આવી તસ્વીર વાયરલ થઈ રહી છે જેમાં સાઉથની ફિલ્મોના શહેનશાહ અને જબરજસ્ત ફેન ફોલોઇંગ ધરાવતાં રજનીકાંત માસ્ક પહેરીને લેમ્બોર્ગિની ચલાવતો જોવા મળી રહ્યો છે. આ ચિત્ર સામે આવતાની સાથે જ ટ્વિટર પર #LionInLamborghini ટ્રેન્ડ થઇ રહ્યું છે.

આ વાયરલ તસ્વીરોમાં મેગાસ્ટાર પોતાની પુત્રી સોંદર્યાની લકઝરી કાર ચલાવતા જોવા મળી રહ્યા છે. ટ્વિટર યુઝર્સે આ બાબતની તસ્વીર અને વીડીયો શેર કરીને ઇન્ટરનેટ પર સુનામી લાવી દીધી છે.એક યુઝર્સે લખ્યું કે, ‘જે ઉપદેશ આપે છે તે તેનું પાલન કરવાનું પણ જાણે છે, કારની અંદર પણ ફેસ માસ્ક લગાવ્યું છે રજનીકાંતે.’
Thalaivar driving his daughter Soundarya’s Lamborgini#LionInLamborghini #Rajinikanth @Rajini_RFC @rajinikanth @Rajini_Japan @rajinifans @soundaryaarajni pic.twitter.com/JVwD5ivHNF
— SURYA NARAYANAN (@itssuryanarayan) July 20, 2020
આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું, ‘જ્યારે આપણે આ કોરોના કાળમાં બહાર જઈએ છીએ, તો પોતાની સલામતી રાખવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.’
Thalaivar Dharisanam?????? pic.twitter.com/PAnEM0YZLG
— Desingh Periyasamy (@desingh_dp) July 20, 2020
રજનીકાંતને સાઉથમાં તો ભગવાનનો દરજ્જો મળેલો છે. તેના કરોડો ફેન્સ છે અને હંમેશાં રજનીકાંતની આગામી ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. રજનીકાંતને એ.આર. મુરુગાદાસના તમિલ મનોરંજન ‘દરબાર’માં જોવા મળ્યા હતા. તેમાં રજનીકાંત, નયનતારા, નિવેથા થોમસ અને સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા.
ત્યારબાદ તે ‘અન્નાથે’ માં દેખાશે, જે શિવ દ્વારા લખવામાં આવેલી અને નિર્દેશન કરવામાં આવેલી હશે. આ પ્રોજેક્ટનું નિર્માણ કલાનિથી મારન દ્વારા સન પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. તેમાં રજનીકાંત, મીના, કુશબો સુંદર, કીર્તિ સુરેશ, નયનતારા, પ્રકાશ રાજ, શોરી, સતિષ અને વેલા રામમૂર્તિ સામેલ છે.
Read Also
- હાર્દિકની ઘાતક બોલિંગ / અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 168 રનથી શાનદાર જીત, ટી-20 શ્રેણી પર જમાવ્યો કબ્જો
- પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!
- અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો
- ‘ગંદી બાત’ ફેમ ફ્લોરા સૈનીએ શેર કરી, આંચકાજનક દાવો કર્યો
- સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 10 વર્ષથી નાસતા ફરતા હત્યારાની ઓરિસ્સાથી કરી ધરપકડ