GSTV
India News ટોપ સ્ટોરી

સંત તિરૂવલ્લુવરને ભગવા વસ્ત્રો પહેરાવનારે મને પણ ભગવા રંગમાં રંગવાનો કર્યો હતો પ્રયાસ

તમિલ કવિ અને સંત તિરૂવલ્લુવરને ભાજપ દ્વારા ભગવા વસ્ત્રોમાં બતાવવાના મામલાએ દક્ષિણ ભારતમાં રાજકીય રંગ પકડ્યો છે. ત્યારે સુપરસ્ટાર રજનીકાંતે પણ ભાજપને આ મુદ્દે નિશાને લીધી છે.

હું તેમની જાળમાં ફસાવાનો નથી

ઘણી વખત પીએમ મોદીના વખાણ કરનારા રજનીકાંતે શુક્રવારે કહ્યું કે ભાજપ મને પણ લાંબા સમયથી તિરૂવલ્લુવરની જેમ ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ હું તેમની જાળમાં ફસાવાનો નથી.

રજનીકાંતે કહ્યું કે હું પોતે નક્કી કરીશ કે મારે કઇ પાર્ટીમાં જોડાવવું જોઇએ. કારણવગર મને ભગવા રંગમાં રંગવામાં ન આવે. તમિલનાડુમાં 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેના ઠીક પહેલા રજનીકાંતનું આ પ્રકારનું નિવેદન ભાજપની ચિંતા વધારી શકે છે. તમિલનાડુ ભાજપે પ્રખ્યાત કવિ તિરૂવલ્લુવરની તસ્વીર ટ્વિટ કરી હતી. જેમાં તેમને ભગવા વસ્ત્રોમાં બતાવાયા હતા.

READ ALSO

Related posts

ડ્રેગનને હવે નાના દેશો પણ નથી ગાંઠતા? / ભારતની નજીકનો દેશ જેની વસ્તી માત્ર 9 લાખ તેણે ચીનને બતાવી આંખ

Hardik Hingu

જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો

Akib Chhipa

આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા

Nakulsinh Gohil
GSTV