સુપરસ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્સન સ્ટારર ફિલ્મ ‘2.0’ નું ટીઝર ઑનલાઇન લીક થઇ ગયું છે અને આ વિડિયો સોશઇયલ મિડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ એક ટ્વીટ કરીને આ ફિલ્મનું ટીઝર લીક થયુ હોવાની જાણકારી આપી છે અને સાથે જ તમણે જણાવ્યું કે ફિલ્મનું ટીઝર લીક થવાથી તેઓ આશ્વર્યચકિત થઇ ગયાં છે. જો કે તેમણે તે વાતનો ખુલાસો પણ કર્યો છે કે આવી સ્થિતિમાં ફિલ્મના નિર્માતાઓ કયા પગલા લઇ શકે છે.
Shocking to know #2point0Teaser is leaked on-line.. Hope the team takes strict action on the culprits..
Usually, the team releases the official teaser immediately to contain the damage..
Not sure, if the teaser is fully ready now or if the timing is right to release it now..
— Ramesh Bala (@rameshlaus) March 4, 2018
ટ્રેડ એન્લિસ્ટ રમેશ બાલાએ ટ્વિટ કરતા જણાવ્યું કે ‘તે જાણીને આશ્વર્ય થયું કે ફિલ્મ ‘2.0’નું ટીઝર ઑનલાઇન લીક થઇ ગયું છે. આશા રાખવામાં આવી રહી છે કે ફિલ્મની ટીમ તેની વિરુદ્ધ સખત પગલા લે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં ફિલ્મની ટીમ ઑફિસિશિયલ ટીઝર રિલિઝ કરીને જલ્દીથી આ નુકસાનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરે છે. જો કે તે કહી ન શકાય કે ફિલ્મની ટીમ હાલ ટીઝર રિલિઝ કરવાની સ્થિતિમાં છે કે નહી.’
શંકરના ડાયરેક્શનમાં ફિલ્મ ‘2.0’ બની છે. વર્ષ 2010માં રિલિઝ થયેલી ફિલ્મ ‘રોબોટ’માં એશ્વર્યા રાય બચ્ચને લીડ રોલ નિભાવ્યો હતો. સાથે જ ‘2.0’ અક્ષય કુમારની પહેલી તમિલ ફિલ્મ છે. ફિલ્મ નિર્માતાઓ પોતાની આ ફિલ્મના પ્રમોશનમાં કોઇપણ પ્રકારની ઉણપ રાખવામાંગતા ન હતા અને આ જ કારણે કેટલાંક સમય પહેલા દુબઇમાં ફિલ્મનું ગ્રાન્ડ મ્યુઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું પ્રોડક્શન લાયકા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મનું બજેટ 400 કરોડનું છે. આ ફિલ્મના સોન્ગ્સ જાણીતા મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાને કમ્પોઝ કર્યા છે.