સુપરસ્ટાર રજનીકાંતની સુપર હીટ ફિલ્મ ‘રોબોટ’ની સિક્વલ બનાવવાંની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી તે કોઈનાં કોઈ કારણોસર ચર્ચામાં રહી છે. તેનાં મેકિંગ પર બીબીસી એ ડોક્યુમેંટરી પણ બનાવી હતી. જે લીક થઈ છે. આ બે મિનિટની ડોક્યુમેંટરી લીક થતાંની સાથે જ વાઈરલ બની રહી છે.
જેમાં ફિલ્મની મેકિંગ પૈકી વીએફેક્સ તેમજ ડાંસ સિક્વંસ જોઈ શકાય છે. ફિલ્મનું નામ રોબોટ 2.0 રાખવામાં આવ્યુ છે. જેને નેટિઝન લોકોએ ખુબ નિહાળી હતી. ફિલ્મ આ વર્ષની 29મી નવેમ્બરનાં રોજ રિલિઝ થવાંની છે. તેમજ તેનું બજેટ અધધધ 400 કરોડનું માનવામાં આવે છે. તેનાં ડિરેક્ટર શંકરનાં કહેવાં મુજબ તેઓ હજુ 100 કરોડ રુપિયા તેની ટેક્નિક પાછળ ખર્ચ કરવાનાં છે. તેમજ તે માને છે કે ફિલ્મ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાની બનવી જોઈએ.
#2point0 – BBC – Exclusive!#2point0Teaser pic.twitter.com/vluaf458Wi
— Vijay Andrews (@yamanYAMARAJ) August 21, 2018
આ કંઈ પ્રથમ વખત નથી જ્યારે ફિલ્મ લિક થઈ હોય પરંતુ આ પહેલાં પણ ફિલ્મનું એક મિનિટનું ટ્રેલર લિક થયું હતુ. આ ફિલ્મમાંરજનિ કાંત ઉપરાંત અક્ષય કુમાર પણ કામ કરી રહ્યો છે. તે એક ઈંટરવ્યુમાં કહે છે કે તેનો સાઉથસુપર સ્ટાર સાથે કામ કરવાનો અનુભવ ખુબ જ ખાસ રહ્યો.તે કહે છે કે તેઓ એક વખત સેટ પર તેમનાં શુઝ પર લાગેલી ધુળ સાફ કરતાં હતા તો પણ આખુ યુનિટ તેમને જોઈ રહ્યુ હતુ. એટલાં તેઓ સ્ટાયલિશ છે. હું પણ તેમનો ખુબ મોટો ફેન છુ.