બોલિવુડ પાસે ઓરિજિનલ સ્ટોરી આઇડિયાની ભારે તંગી પ્રવર્તી રહી હોય તેમ રીમેક, સિકવલ અને ડબ ફિલ્મોના સહારે ગાડું ગબડાવાઈ રહ્યું છે. અગાઉ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની કલ્ટ ફિલ્મ તેજાબની રીમેક બનાવવાની જાહેરાત થયા બાદ હવે અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની ક્લાસિક ફિલ્મ આનંદની પણ રીમેક બનાવવાની જાહેરાત થઈ છે.

આનંદ ફિલ્મના ઓરિજિનલ પ્રોડ્યુસર એન. એન. સિપ્પીના પૌત્ર સમીર રાજ સિપ્પીએ જ આ ફિલ્મ ફરી બનાવવાની જાહેરાત કરી છે. સમીરના કહેવા અનુસાર નવી પેઢીને આ ફિલ્મ નવી શૈલીથી દર્શાવવી જરૂરી બની છે. તેમની સાથેના સહ નિર્માતા વિક્રમ ખખ્ખરનું કહેવું છે કે આપણે જ્યારે નવી નવી સ્ટોરીઝ શોધી રહ્યા છીએ ત્યારે જો આપણી જ ઓરિજિનલ ક્લાસિક્સમાં શોધ ચલાવીએ તો આપણને નવાં રત્નો મળી શકે તેમ છે.
જોકે, ફિલ્મમાં અમિતાભ અને રાજેશ ખન્નાની ભૂમિકા કોણ ભજવશે એ નક્કી નથી. ફિલ્મની હજુ સ્ક્રિપ્ટ લખાઈ રહી હોવાનું કહેવાય છે.
ઓરિજનલ આનંદ ફિલ્મ ગુલઝારે લખી હતી અને ઋષિકેશ મુખર્જીએ તેનું દિગ્દર્શન કર્યું હતું. તેના ગીતો , સંવાદો અને સંવેદનશીલ દૃશ્યોના કારણે તે સદાબહાર લોકપ્રિય ફિલ્મ બની ચુકી છે. જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં સહિતના તેના અનેક સંવાદો આજે પણ એટલા જ પોપ્યુલર છે.
MUST READ:
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન