GSTV

સરકારી નીતિ નિયમો મુજબ જ જનતાને મળશે રસી, નહિ મળે વેક્સીન લેવા પર વિકલ્પ

16 જાન્યુઆરીથી દેશભરમાં શરુ થનારા કોરોનાના રસીકરણ વચ્ચે સરકારે એવા સંકેત આપ્યા છે કે સરકાર જે નક્કી કરે તે રસી મુકાવવાની રહેશે. તેનો વિકલ્પ નહીં આપવામાં આવે.

રસી વેક્સીન

નહિ મળે વેક્સીન પસંદ કરવાનો અધિકાર

સરકારે ભારતમાં સીરમ ઈન્સ્ટિટયુટની એસ્ટ્રા જેનિકા અને ભારત બાયોટેકની કોવેક્સીનને મંજૂરી આપી છે ત્યારે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ હતુ કે, સંખ્યાબંધ દેશમાં એકથી વધારે વેક્સીનનો ઉપયોગ થઈ રહ્યો છે પણ લોકોને વિકલ્પ પસંદ કરવાનો અધિકાર અપાયો નથી.

સ્વાસ્થ્ય સચિવે આપ્યા સંકેત

આમ સ્વાસ્થ્ય સચિવે એવો સંકેત આપ્યો છે કે, ભારતમાં પણ આ જ પ્રકારની નીતિ સરકાર અપનાવી શકે છે.તેમણે વધુમાં કહ્યુ હતુ કે, વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યા બાદ બીજો ડોઝ 28 દિવસના સમયગાળા બાદ આપવામાં આવશે.

ટૂંકમાં શરૂ થશે કોરોના વેક્સિનેશન

હાલમાં દેશના વિવિધ શહેરોમાં આ વેકસીનના ડોઝ પહોંચાડવાની કામગીરી ચાલી રહી છે. સરકાર દ્વારા સીરમ ઈન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક પાસેથી રસીના કરોડો ડોઝ ખરીદવામાં આવ્યા છે.પહેલા તબક્કામાં સરકાર હેલ્થ વર્કર્સ અને બીજા કોરોના વોરિયર્સને ફ્રી રસી આપવાની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું

Pravin Makwana

વિશ્વની સૌથી સુંદર યુવતીને પણ ઈન્ટરનેટ પર કરાય છે ટ્રોલ, પીડા વ્યક્ત કરતા ધ્રૂસકે-ધ્રૂસકે રડી

Ali Asgar Devjani

આનંદો/ ટ્રેનમાં આ મહિનાથી મળી રહેશે ચા-નાસ્તો અને જમવાનું: રેલવેએ સેવાઓ શરૂ કરવા માટે લીધા મોટા નિર્ણયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!