GSTV
Home » News » કેજરીવાલના મંત્રીનો ચોંકાવનારો ખુલાસો, મુસ્લિમ મતદારો માટે કરી આ ખાસ વાત

કેજરીવાલના મંત્રીનો ચોંકાવનારો ખુલાસો, મુસ્લિમ મતદારો માટે કરી આ ખાસ વાત

લોકસભા ચૂંટણી 2019નો માત્ર છેલ્લો તબક્કો હવે બાકી રહ્યો છે. દરેક રાજકિય પાર્ટીઓ ક્યાસ કાઢી રહી છે કે, કઇ રીતે સત્તા મેળવી શકાય અથવા તો સત્તામાં ભાગીદાર બનાવી શકાય. તેવામાં ઘણઈ પાર્ટીઓનાં નિવેદન પરથી એવું લાગે છે કે તેમણે પરિણામ પહેલા જ હાર માની લીધી છે. તાજેતરમાં જ દિલ્હીની આપ સરકારનાં એક મંત્રી અને ધારાસભ્ય રાજેન્દ્ર પાલ ગૌતમે નિવેદન આપ્યું છે. તેમનું આ નિવેદન સંકેત આપે છે કે આમ આદમી પાર્ટી હારનાં બહાના શોધી રહી છે.

ચૂંટણીમાં રૂપિયા વેંચવામા આવ્યા

રાજેન્દ્ર પાલે કહ્યું કે દિલ્હીની તમામ લોકસભા બેઠકો પર આમ આદમી પાર્ટીને જીત મળવાની આશા હતી.પરંતુ મુસ્લિમ મતદારોએ કન્ફ્યુઝનમાં મતદાન કર્યુ.જેના કારણે અમુક મતદારોએ કોંગ્રેસને મત આપ્યો છે.મંત્રી રાજેન્દ્ર પાલનો આરોપ છે કે,ચૂંટણીનાં બે દિવસ પહેલા  ગરીબ મતદારોમાં રૂપિયા વહેંચવામાં આવ્યા.જેનાથી મતદારોનાં વિચાર બદલવામા આવ્યા.

મુસ્લિમ પ્રભાવિત બેઠક પર બમ્પર વોટીંગ

ચૂંટણી પંચનાં આંક્ડા જણાવે છે કે,દિલ્હીની સાતેય બેઠકો પર સૌથી વધુ  ઉત્તર-પૂર્વીય લોકસભા સીટ પર મતદાન થયું હતું. મળતી માહિતી પ્રમાણે અહીં 63.39 ટકા લોકોએ મતદાન કર્યુ હતું. આ બેઠક પર સૌથી વધુ 23 ટકા મુસ્લિમ જનસંખ્યા છે. આ સીટ ર મનોજ તિવારી,શીલા દિક્ષીત અને દિલીપ પાંડે વચ્ચે મુકાબલો છે. આ બેઠક સિવાય ચાંદની ચૌક લોકસભા સીટ પર પણ મુસ્લિમ મતદારો નિર્ણાયક છે.

પ્રિયંકા ગાંધીનાં રોડ-શો બાદ સમીકરણ બદલાયા

મુસ્લિમ મતદારો નિર્ણાયક હોય તેથી જ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ મુસ્લિમ મતદારોને મત વિભાજીત ન કરવાની સતત અપીલ કરતા હતાં.  તેમજ આપ ને મત આપવાની વાત કરતા હતાં. આમ આદમી પાર્ટીને આશા હતી કે મુસ્લિમ મતદારો ભાજપથી નારાજ થઇને અમને વોટ આપશે,પરંતુ પ્રિયંકા ગાંધીની રેલી બાદ માનવામા આવ્યું કે  મુસ્લિમ મતદારોએ કોંગ્રેસને પણ વોટ આપ્યા છે. આ કારણે જ પોતાની જીત માટે આશ્વસ્ત જણાતી આમ આદમી પાર્ટી હવે પોતાનાં વોટ કોંગ્રેસને મળવાની વાતો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહેલાં ઋષિ કપૂરને મળવા પહોંચ્યા નીતા-મુકેશ અંબાણી

Mansi Patel

પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

Nilesh Jethva

વિવાહ પહેલા અઘરણી: અમેરિકામાં મોદી ભક્તોએ જીતની ઉજવણી નક્કી કરી આમંત્રણ પત્રિકા છપાવી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!