GSTV
Home » News » રાજીવ સક્સેનાએ પેન ડ્રાઈવની સાથે એક ડાયરી સોંપી, 423 કરોડની લાંચ છતી થવા જઈ રહી છે

રાજીવ સક્સેનાએ પેન ડ્રાઈવની સાથે એક ડાયરી સોંપી, 423 કરોડની લાંચ છતી થવા જઈ રહી છે

agusta westland news


અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળા મામલામાં સરકારી સાક્ષી બનવા આરોપી રાજીવ સક્સેનાએ ઈડીને એક પેન ડ્રાઈવની સાથે એક ડાયરી સોંપી છે. જણાવાઈ રહ્યું છે કે તેમાં વીવીઆપી ચોપર સોદામાં કથિત રીતે અપાયેલી 423 કરોડ રૂપિયાની લાંચ, અને અગસ્તા વેસ્ટલેન્ડ ઈન્ટરનેશનલ લિમિટેડ પાસેથી ટ્યુનીશિયા, મોરેશિસ, દુબઈ સ્થિત શેલ કંપનીઓ અને સ્વિસ બેંકો ઉપરાંત ભારતમાં વચેટિયાઓ પાસે પહોંચાડાયાની પૂરી કહાની છે.

આરોપી રાજીવ સક્સેનાની પર્સનલ ડાયરીમાં જે લોકના નામ છે તેનો ખુલાસો કરવાથી સૂત્રોએ ઈન્કાર કરી દીધો છે. તેમનું કહેવું છે કે સક્સેનાએ માત્ર આ બધા વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી હતી. પરંતુ ડાયરી અને પેન ડ્રાઈવમાં મુકાયેલા દસ્તાવેજોથી મહત્વના ખુલાસા થઈ શકે છે. 6 માર્ચે દિલ્હીની પટિયાલા કોર્ટમાં આરોપી રાજીવ સક્સેનાએ પોતાનું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ ઈડીએ દિલ્હી કાર્યાલયમાં સક્સેનાની અન્ય આરોપીઓની આમને-સામને બેસાડીને પૂછપરછ કરી હતી. તે દરમિયાન તેમણે જે ખુલાસા કર્યા છે તેને પૂરક નિવેદન રીતે નોંધવામાં આવ્યું છે. અગસ્તા મામલામાં યુપીએ-2 શાસનકાળમાં કેટલાક નેતાઓ અને વરિષ્ઠ અધિકારીઓ ગોટાળામાં શામિલ હોવાની આશંકા છે.

READ ALSO

Related posts

મનોહર પારિકરની બેઠક પરથી ચૂંટણી લડી શકે છે તેમના જ પૂત્ર

Arohi

અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને 5 લાખ મતોથી હરાવવાનું છે લક્ષ્ય, રાહુલ માટે ઘડવામાં આવ્યો છે આ પ્લાન

Arohi

અખિલેશ યાદવે ભાજપને આપ્યો નવો અર્થ, હવે ભારતીય જનતા પાર્ટી નહીં પણ…

Arohi