GSTV

ગુજરાત કોંગ્રેસમાં સખડ-ડખડઃ રાજીવ સાતવે MLA શૈલેષ પરમારને ફોન કરવો પડ્યો

આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકો માટેની સમીક્ષા માટે ગુજરાત આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રભારીને પહેલા જ દિવસે પાર્ટીનો આંતરિક વિખવાદનો સામનો થયો છે. આજે લોકસભાની અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠકોની પ્રભારીની અધ્યક્ષતામાં સમીક્ષા હાથ ધરઈ. પરંતુ આ બંને બેઠકોની ચર્ચામાં ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. માનવામાં આવે છે કે, ધારાસભ્ય શૈલેષ પરમારના બેઠકમાં બોલાવાયા ન હતા. જોકે બાદમાં પ્રભારી સાતવે ફોન કરીને શૈલેષ પરમારને બોલાવ્યા હતા. અંદારો અંદરની ખેંચતાણના કારણે ઉમેદવારના નામો પણ નક્કી ન કરાયા.

જોકે આજની સમીક્ષા બેઠકમાં અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠકો માટે પર વહેલા ઉમેદવારો જાહેર કરવાની આગેવાનોએ માંગ કરી છે. આજની બેઠકમાં શહેરના પાર્ટી સંગઠનમાં ચાલતા આંતરિક ડખાઓ દૂર કરવા પણ રાજીવ સાતવને રજૂઆત કરવામાં આવી છે. ઉમેદવારો જાહેર કર્યા પહેલા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવા રજુઆત થઈ છે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે આગેવાનો પાસેથી નામની પેનલ માંગી છે. નામની પેનલ ન આપતા ઉમેદવારની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું પણ કહેવાયું છે.

Related posts

76 દિવસ લોકડાઉનમાં રહેલા વુહાને લીધો રાહતનો શ્વાસ, હજારો લોકો શહેર છોડવાની ફિરાકમાં

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

મહામારી સામે લડવા કેજરીવાલ સરકારે લીધા બે મોટા નિર્ણયો, 20 જગ્યાઓ સજ્જડ સીલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!