GSTV
Home » News » ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ચિંથરેહાલ,પત્રકાર ચિરાગ પટેલની હત્યા પર રાજીવ સાતવનું નિવેદન

ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ચિંથરેહાલ,પત્રકાર ચિરાગ પટેલની હત્યા પર રાજીવ સાતવનું નિવેદન

Journalist Chirag Patel

અમદાવાદનાં કઠવાડા કેનાલ પાસેથી સળગેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે પોલીસે લાશનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે મૃતક યુવાન અમદવાની ખાનગી ન્યુઝ ચેનલમાં કામ કરતો પત્રકાર છે. શા કારણે તેની હત્યા થઈ તે તપાસનો વિષય છે. જો કે હત્યા બાદ મૃતકની લાશને સળગાવી દેવાઇ હોવાનું સામે આવ્યું હતુ. જો કે પત્રકારની હત્યા થયાને ખાસ્સો સમય થયો તેમ છતાં પોલીસ આરોપી સુધી પહોંચવામાં નિષ્ફળ નિવડી છે.

જો કે આ મામલે રાજનિતી ગરમાઇ છે. એક તરફ કોંગ્રેસનો આરોપ છે કે રાજ્ય સરકાર પત્રકારોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગઇ છે. મીડિયાકર્મીની હત્યા બતાવે છે કે ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ચિંથરે હાલ છે. જો કે સત્તાધારી ભાજપનું કહેવું છે કે પત્રકારની હત્યા સંવેદનાનો મુદ્દો છે. તેને રાજકિય રંગ આપવો જોઇએ નહિં.

અમદાવાદમા ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે ભાજપે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ આ સમગ્ર ઘટનાને રાજકારણ નહી પરંતુ સવંદેના અને તપાસનો મુદ્દો ગણાવ્યો હતો.અને રાજ્ય સરકાર તપાસ ચલાવી રહી હોવાનો પણ દાવો ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કર્યો છે.

અમદાવાદના કઠવાડા ખાતે ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકારની કરપીણ હત્યાને લઈને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે, અને ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ચિરાગ પટેલની હત્યા મામલે ટ્વિટ કર્યુ છે. રાજીવ સાતવે ટ્વિટ કરતા લખ્યુ છે કે, આ ઘટના ફરી એક વખત દર્શાવે છે કે, ગુજરાતમાં ભાજપ સરકારમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ છે. કોઈ કરતા કોઈ સુરક્ષિત નથી. પ્રેસના સભ્યોને પણ નિશાને લેવામાં આવી રહ્યા અને હત્યા કરી દેવાઈ છે. તેવો પણ રાજીવ સાતવે ઉલ્લેખ કર્યો છે.

READ ALSO

Related posts

ઝારખંડમાં કોંગ્રેસને જોરદાર ઝટકો, પ્રદેશ કમિટીના અધ્યક્ષ સાથે 6 ધારાસભ્યોએ ધારણ કર્યો કેસરિયો

Bansari

INX મીડિયા કેસમાં જામીન માટે પી ચિદંબરમ દિલ્હી હાઇકોર્ટની શરણે

Bansari

કોંગ્રેસના સંકટમોચક મનાતા ડી.કે. શિવકુમારને દિલ્હી હાઇકોર્ટમાંથી મળી રાહત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!