GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

કોલકાતાનાં પૂર્વ પોલીસ કમિશ્નર ભૂગર્ભમાં ઉતરી ગયા, પુછપરછ માટે ન પહોંચ્યાં CBI ઓફિસ

કોલકાતાનાં પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને સીબીઆઇએ સોલ્ટ લેક સ્થિત કચેરીમાં સવારે દસ વાગ્યે હાજર થવાનો આદેશ કર્યો છે. શારદા ચિટ ફંડ કેસમાં સીબીઆઇએ રાજીવ કુમારને તેમણે સમન્સ પાઠવીને રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે. જો કે તપાસ એજન્સીનાં અધિકારીઓનું કહેવું છએ કે રાજીવ કુમાર સીબીઆઇ સમક્ષ હાજર થયા નથી., તેમજ તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવે છે. સીબીઆઇએ કોલકાતા એરપોર્ટનાં અધિકારીઓને પણ એલર્ટ રહેવા સૂચના આપી છે. જેથઈ કરીને રાજીવ કુમાર કોઇ ફ્લાઇટથી બહાર ગયા છે કે વિદેશથી આવશે તો તેનાં વિશે માહિતી મળી શકે.

આ પહેલા કોલકાતા હાઇકોર્ટે રીજીવ કુમારને આદેશ કર્યો હતો કે, તેઓ સીબીઆઇ પાસે પોતાનો પાસપોર્ટ જમા કરાવી દે. શુક્રવારે બપોરે કોર્ટે તેમની ધરપકડ પર લાગેલી પાબંદી હટાવી દીધી તો સીબીઆઇ ટીમ પાર્ક સ્ટ્રીટ સ્થિત તેમનાં સત્તાવાર નિવાસ સ્થાને ગયા હતાં. જો કે ત્યાં રાજીવ કુમાર હાજર નહોતાં. ત્યારબાદ તપાસ સંસ્થાએ તેમનાં આવાસ પર સમન્સ ચોંટાડી દીધું હતું.

રાજીવ કુમારની ધરપકડ પર લાગેલી છુટ હટાવતા કોર્ટે આજે જણાંવ્યું કે, હવે સીબીઆઇ જ્યારે ઇચ્છે ત્યારે રાજીવ કુમારને પુછપરછ માટે બોલાવી શકે છે. જો કે એવી માહિતી મળી રહી છે કે સીબીઆઇ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે તેમની ધરપકડ કરવી કે કેમ તે તેમનાં એજન્સી સાથેનાં સહયોગ પર નિર્ભર કરે છે. સીઆઇડી અધિકારીઓનાં જણાંવ્યા પ્રમાણે રાજીવ કુમાર 10 સપ્ટેમ્બરથી 10 દવિસની રજા પર ગયા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 1989 બેચનાં આઇપીએસ અધિકારી રાજીવ કુમાર હાલમાં સીઆઇડીનાં એડિશ્નલ ડીજી તરીકે કાર્યરત છે. રાજીવ કુમાર રાજ્યનાં સીએમ મમતા બેનરજીનાં નજીકનાં વિશ્વાસું અધિકારીમાં સ્થાન ધરાવે છે. જ્યારે મીડિયામાં માહિતી મળી કે સીબીઆઇ રાજીવ કુમારની ધરપકડ કરી શકે છે તો ત્યારે મમતા બેનરજી તેમનાં સમર્થનમાં આવી હતી. અને કોલકાતામાં ધરણા પ્રદર્શન કર્યુ હતું.

કોલકાતાનાં પૂર્વ પોલીસ કમિશ્નર અને આઇપીએસ ઓફીસર રાજીવ કુમાર પર આરોપ છે કે તેમણે શારદા ચિટ ફંડ કેસ સાથે જોડાયેલા મહત્વનાં દસ્તાવેજી પુરાવાઓ સાથે છએડછાડ કરી હતી તેમજ પ્રભાવશાળી લોકોને બચાવવાનાં પ્રયાસો કર્યા હતાં. જે તમામ લોકોને શારદા ગૃપ પાસેથી રૂપિયા મળ્યા હતાં. 2014માં જે SITએ આ કૌભાંડની તપાસ કરી હતી., તેનાં ચીફ રાજીવ કુમાર હતાં. ત્યારબાદ સુપ્રિમ કોર્ટનાં આદેશથી સીબીઆઇએ સમગ્ર કેસની તપાસ પોતાનાં હાથમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે આ શારદા ચિટ ફંડ કૌભાંડ 2,460 કરોડ રૂપિયાનું છે.

READ ALSO

Related posts

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!