GSTV
Home » News » લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઓપી રાજભરને લાગ્યો મોટો ઝાટકો, નારાજ ત્રણ ધારાભ્યો જોડાશે ભાજપમાં

લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઓપી રાજભરને લાગ્યો મોટો ઝાટકો, નારાજ ત્રણ ધારાભ્યો જોડાશે ભાજપમાં

Suheldev Bhartiya Samaj Party

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ યોગી સરકારે કેબિનેટ પ્રધાન ઓપી રાજભરને ઝાટકો આપ્યો છે. ત્યારે બાદ ઓપી રાજભરની પાર્ટીના ત્રણ ધારાસભ્યો પણ તેમનો સાથ છોડી શકે છે.  મળતી માહિતી પ્રમાણે ઓપી રાજભરથી પાર્ટીના ત્રણ ધારાસભ્યો નારાજ છે. જેઓ ભાજપમાં જોડાઈ શકે છે.

વર્ષ 2002માં બસપામાંથી અલગ થયા બાદ તેઓ પહેલી વાર 2017માં વિધાનસભામાં પહોંચ્યા હતા. રાજભર સાથે તેની પાર્ટીના ત્રણ ધારાસભ્યોની ચૂંટણીમાં જીત થઈ હતી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યોનો આરોપ છે કે, ઓપી રાજભર દ્વારા સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે.

જેથી ત્રણેય ધારાસભ્યો પાર્ટીના જાહેર કાર્યક્રમથી હમેશા દૂર રહે છે. મળતી માહિતી પ્રમાણે ધારાસભ્યોએ પાર્ટી લાઈનથી દૂર જઈને ક્રોસ વોટિંગ પણ કર્યુ છે. ત્યારે નારાજ ધારાસભ્યોને ભાજપે પોતાના પક્ષમાં સામેલ કરવા કવાયત પણ શરૂ કરી છે.

Read Also

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!