GSTV

કલોલ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો

Last Updated on January 5, 2019 by

ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલનો રજત જયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યકમમાં રાજયના મુખ્યમંત્રી સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ હાજરી આપી હતી. કાર્યક્રમના ભાષણ દરમિયાન મુખ્યમંત્રીએ કૉંગેસ પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની ઇચ્છા છે કે આગામી વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાં વધુ નવા આવાસો બને. જેના પગલે રાજય સરકાર દ્વારા દર વર્ષે 5 લાખ મકાનો બનાવશે. જેમાં 2.50 લાખ શહેરી વિસ્તારોમાં અને 2.50 લાખ ગ્રામીણ વિસ્તારોમાં મકાનો બનશે.

જેથી સરકાર એક વર્ષમાં 5 લાખ મકાનો બનાવશે. જેથી 5 વર્ષમાં 25 લાખ મકાનો લોકોને આપવામાં આવશે. કૉંગેસ પક્ષ માત્ર ફોર્મ વેચીને ગરીબની મઝાક કરે છે. પણ ભાજપ પક્ષ તમામ વર્ગોનો વિકાસ કરે છે. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપ પક્ષની સાથે ગુજરાતના તમામ ધાર્મિક સંપ્રદાય પણ ગુજરાતના વિકાસને આગળ લઈ જઈ રહ્યાં છે. સ્વામિનારાયણ સંસ્થા હંમેશા વ્યસન મુક્તિ,અભ્યાસ અને આરોગ્ય સેવામાં યોગદાન આપીને ગરીબોને મફત સેવા આપી રહી છે.

Related posts

આત્મનિર્ભરતા / વાંસમાંથી વિવિધ ચીજો બનાવી ગુજરાન ચલાવતા આદિવાસી કોટવાડિયા પરિવારોને વાંસ નહી મળતા જાતે ખેતી શરૃ કરી

Bansari

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Dhruv Brahmbhatt

ચેતીને રહેજો / કોરોના ગાઇડલાઇનને લઇ CM રૂપાણીનું મોટું નિવેદન, જો રાજ્યમાં ફરીથી કેસ વધશે તો….

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!