GSTV

સાવરકર હવે વીર નહીં ગણાય, આ રાજ્ય સરકારે પુસ્તકોમાંથી આ શબ્દ જ હટાવી લીધો

Last Updated on November 12, 2019 by Arohi

રાજસ્થાનની કોંગ્રેસી સરકારે સ્કૂલોના પાઠ્યપુસ્તકોમાં પ્રકાશિત વીર સાવરકરના પાઠમાંથી વીર શબ્દ દૂર કરાવ્યો હતો અને સાવરકર વિશે પરિસંવાદ યોજવાની પરવાનગી આપવાનો પણ ઇનકાર કર્યો હતો.

ધોરણ 12ના પુસ્તકમાંથી હટાવવામાંં આવ્યો શબ્દ

હજુ તો માત્ર છ માસ પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર સ્થપાઇ હતી. અશોક ગેહલોત મુખ્ય પ્રધાન છે. રાજસ્થાન એજ્યુકેશન બોર્ડે 12મા ધોરણના પાઠ્યપુસ્તકમાં રહેલા વીર સાવરકરના પાઠમાંથી વીર શબ્દ હટાવવાનો આદેશ આપ્યો હતો.

પરિસંવાદ યોજવાની પરવાનગી આપવાનો ઇનકાર

બીજી બાજુ રાજસ્થાન યુનિવર્સિટીએ ઇન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરીકલ રિસર્ચને સાવરકર વિશે પરિસંવાદ યોજવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. રાજ્ય સરકારના ઇશારે આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ફોર હિસ્ટોરીકલ રિસર્ચ કેન્દ્ર સરકારના અનુદાનથી ચાલતી એક સ્વાયત્ત શૈક્ષણિક સંસ્થા છે. આ સંસ્થાએ મલ્ટિસિટી ટૉક સિરિઝ હેઠળ સાવરકર વિશે પરિસંવાદ યોજવાની પરવાનગી માગી હતી. એ નકારવામાં આવી હતી.

Read Also

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!