સવાઈ માઘોપુરનાં રણથંભોર નેશનલ પાર્કમાં શનિવારે ફરવા ગયેલાં અમુક પર્યટકોની સાથે એક ઘટના ઘટી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં પાર્કમાં ફરવા ગયેલાં પર્યટકોનાં વાહનની પાછળ એક વાઘ દોડવા લાગ્યો હતો. તે સમયે ગાડીમાં બેઠેલાં પર્યટકોનો પરસેવો છૂટી ગયો હતો. જોકે, આ દરમ્યાન કોઈ મોટી ઘટના ઘટી ન હતી. આ આખી ઘટનાનો વીડિયો એક પર્યટકે ઉતાર્યો છે.

જાણકારી મુજબ ઘટના શનિવાર સાંજે રિઝર્વ પાર્કનાં ઝોન નંબર એકમાં થઈ હતી. જ્યાં પર્યટકોથી ભરેલું વાહન જંગલમાં ફરી રહ્યુ હતુ. પર્યટકોને વાઘણ સુલ્તાના દેખાઈ હતી. અને તેઓ તેને જોઈને ઘણા ખુશ થયા હતા. પરંતુ થોડીક જ ક્ષણોમાં વાઘ પર્યટકોને જોઈને ઉગ્ર થઈ ગઈ હતી. અને કેંટર તરફ દોડવા લાગી હતી. આ જોઈને પર્યટકોનાં હોંશ ઉડી ગયા હતા.
#WATCH Rajasthan: Tiger chases a tourist vehicle in Ranthambore National Park in Sawai Madhopur. (1 December 2019) pic.twitter.com/CqsyyPfYn2
— ANI (@ANI) December 2, 2019
વાઘણને ઉગ્ર જોઈને ડ્રાઈવરે વાહનની સ્પીડ વધારી દીધી હતી. પરંતુ વાઘણ સુલ્તાના વાહનની સાથે દોડતી રહી હતી. તેનાંથી પર્યટકો ઘણા ડરી ગયા હતા. ઘણા દૂર સુધી ગયા બાદ વાઘણે તેમનો પીછો કરવાનું છોડી દીધુ હતુ. ત્યારે જઈને કેંટરમાં સવાર પર્યટકોનાં જીવમાં જીવ આવ્યો હતો.
READ ALSO
- ઉત્તર પ્રદેશમાં દુષ્કર્મની ઘટનાઓ વધતા સીએમ યોગી આદિત્યનાથે લીધો આ મોટો નિર્ણય
- બળાત્કારીઓને 21 દિવસમાં મળશે મોતની સજા, આ સરકાર 48 કલાકમાં જ પસાર કરશે બિલ
- આ મહિલા બની વર્તમાન સમયની સૌથી યુવા વડાપ્રધાન, માત્ર આટલી છે ઉમર
- આ દેશમાં અચાનક જ્વાળામુખી ફાટતા આકાશ ધુમાડાથી છવાયું, પાંચના મોત અનેક લાપતા
- નિર્ભયા ગેંગરેપના નરાધમોને ફાંસી આપવાની સરકારે તૈયારીઓ શરૂ કરી