GSTV
Home » News » આજે રાજસ્થાન વિ. હૈદરાબાદ : પ્લે ઓફમાં ટકી રહેવા બંને ટીમ વચ્ચે ટક્કર

આજે રાજસ્થાન વિ. હૈદરાબાદ : પ્લે ઓફમાં ટકી રહેવા બંને ટીમ વચ્ચે ટક્કર

ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લે ઓફની રેસમાં ટકી રહેવાના ઈરાદા સાથે રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને ટકરાશે. સ્મિથ અને વિલિયમસનની ટીમો માટે હવે જીતવું જરુરી છે, ત્યારે પ્રવાસી હૈદરાબાદની ટીમનો હાથ ઉપર રહેશે. રાજસ્થાનમાં કેપ્ટન સ્ટીવ સ્મિથ હજુ સામેલ છે, પણ બટલર અને આખરી મેચમાં મેચ વિનિંગ સાબિત થયેલો એર્ચેર સ્વદેશ પરત ફરી ચૂક્યા છે. સ્ટોક્સ પણ વર્લ્ડકપની તૈયારીને કારણે નહિ રમે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ માટે જીતની રાહ પર અગ્રેસર બનવું આસાન નહી રહે.

રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે રાત્રે ૮.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. હૈદરાબાદને પણ બેરસ્ટો સ્વદેશ પરત ફરતાં મુશ્કેલી પડશે. જોકે  વોર્નર, વિલિયમસન, શાકીબ અને રાશિદ જેવા ખેલાડીઓ આખી સિઝન રમવાના હોવાથી હૈદરાબાદ વધુ મજબુત દેખાય છે અને તેઓ જીતવા મટે ફેવરિટ પણ છે.

હૈદરાબાદ ૧૦માંથી પાંચ મેચ જીત્યું છે અને પાંચ હાર્યું છે અને તેઓ ૧૦ પોઈન્ટ્સ સાથે હાલ ચોથા ક્રમે છે.જોકે તેઓ જાણે છે કે, તેમની સાથે સ્પર્ધામાં પંજાબ પણ છે, જે ૧૦ પોઈન્ટ્સ સાથે પાંચમા ક્રમે છે. જો હૈદરાબાદ નહી જીતે તો તેમને પંજાબની સાથે સાથે કોલકાતાથી પણ ખતરો થઈ શકે છે. જે ૧૧ મેચમાં ૪ વિજય સાથે ૮ પોઈન્ટ્સ ધરાવે છે. આવી સ્થિતિમાં હૈદરાબાદ માટે વિજય અનિવાર્ય છે.

બીજી તરફ સ્ટીવ સ્મિથની કેપ્ટન્સી હેઠળની રાજસ્થાન રોયલ્સની ટીમ ૧૧માંથી ૭ મેચ હારીને સ્પર્ધામાંથી લગભગ બહાર ફેંકાઈ ચૂકી છે. જોકે હવે તેમને અન્ય ટીમોના પરીણામને આધારે આગેકૂચની આશા છે. આ આશા જીવંત રાખવા તેમને બાકીની ત્રણ મેચો જીતવી જ પડે તેમ છે. હવે જો રાજસ્થાન એકાદ મેચ હારે એટલે તેમની તમામ શક્યતા સમાપ્ત થઈ જશે અને આ કારણે સ્ટીવ સ્મિથની ટીમ માટે જીત અત્યંત જરુરી છે. રિયાન પરાગે માત્ર ૧૭ વર્ષની ઉંમરે જે પ્રકારના આત્મવિશ્વાસ સાથે ટીમને જીત અપાવી છે, તેના ભારોભાર વખાણ વિદેશી ખેલાડીઓ કરી રહ્યા છે. હવે ઈંગ્લિશ સ્ટાર્સની ગેરહાજરીમાં સ્મિથ, રહાણેની સાથે ઉનડકટ, બિન્ની, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસન તેમજ આરોન જેવા ખેલાડીઓએ તેમની રમતમા સુધારો કરવો પડશે. એશ્ટન ટર્નર અને લિવિંગસ્ટોને પણ પ્રતિભા દેખાડવી પડશે. 

રાજસ્થાન માટે બોલિંગ ચિંતાનું કારણ છે. જ્યારે હૈદરાબાદ પાસે ભુવનેશ્વર, રાશિદ, કૌલ, સંદીપ શર્મા, ખલીલ અહમદ, એસ. નદીમ, સ્ટાન્લેક જેવા બોલરો છે, જે મેચનું રૃખ પલ્ટી શકે તેમ છે.

Read Also

Related posts

લ્યો હવે તો સરકારી બસોમાં જ દારૂની હેરાફેરી, આ એસટી ડ્રાઈવરની પોલીસે કરી ધરપકડ

Nilesh Jethva

મોદીએ શરૂ કરેલા ખેલ મહાકુંભમાં આ જિલ્લાના ખેલાડીઓ છે સૌથી આગળ, 130 મેડલ કર્યા છે પોતાના નામે

Nilesh Jethva

મહેન્દ્રસિંહ ધોની ફસાયો : 42 કરોડ રૂપિયા વસૂલવા આ ગ્રાહકો સુપ્રીમમાં પહોંચશે, ફી પેટે મળી છે રકમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!