GSTV

રાજસ્થાનની રાજકીય ખેંચતાણ પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતા રાખી રહ્યા છે સીધી નજર

રાજસ્થાનમાં મુખ્યમંત્રી ગેહલોતે આખરે બાજી મારી મારી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની બગાવતથી ગેહલોત સરકાર પર ઉભું થયેલું સંકટનું વાદળ વિખેરાતું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ મુખ્યમંત્રી સીએમ હાઉસ ખાતે ધારાસભ્યો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું, તો હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી સહીત અન્ય 4 મોટા નેતાઓ પણ સચિન પાયલટ સાથે વાત કરી તેમને સમજાવવા પ્રયાસો કરી રહ્યા છે,

રાજસ્થાન

પ્રિયંકા ગાંધીએ સાંભળ્યો મોરચો

રાજસ્થાનનો તણાવ દૂર કરવા માટે હવે પ્રિયંકાસ ગાંધીએ મોરચો સાંભળ્યો છે. જાણવા મળી રહયું છે કે પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને નેતાઓ વચ્ચે સતત સંપર્કમાં છે. બંને નેતાઓ સાથે વાત કરી રહ્યા છે.

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા દ્વારા સચિન પાયલટને મનાવવાનો આખરી પ્રયાસ કરવા માટે આવ્યોછે. સચિન પાયલટના બેઠકમાં ભાગ લેવા આવવા અને મતભેદોનું સમાધાન કરવા સમજાવવામાં આવ્યા હતા. જોકે, સચિન પાયલોટ ટસના મસ ન થયા અને જવાબ આપ્યો કે તેઓ જયપુર નહિ આવે. ત્યારે હવે સચિન પાયલોટને મનાવવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ મેદાને પડ્યું છે.

પાયલટે માંગ્યું નાણા અને ગૃહ વિભાગની સાથે પ્રદેશ અધ્યક્ષ પદ

મળતી માહિતી મુજબ, સચિન પાઇલટે સમાધાન માટેની ફોર્મ્યુલા આગળ કરી છે, સચિન પાયલટનો સંદેશ લઈને કોંગ્રેસી નેતા જયપુર આવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સચિન પાયલટે નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયની માંગ કરી છે. સચિન પાયલટની માંગો લઈને કેન્દ્રીય નેતૃત્વ તરફથી રાજીવ સાટવ જયપુર આવી રહ્યા છે.

ઘટનાક્રમ પર કેન્દ્રીય નેતાઓની નજર

તો સાથે જ જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાનની સમગ્ર ઘટનાક્રમ પર કેન્દ્રીય નેતાઓ રાહુલ ગાંધી ચિદમ્બરમ પ્રિયંકા ગાંધી સહીત નેતાઓ નજર રાખી રહ્યા છે.

પાછા લગાવાયા સચિન પાયલોટના પોસ્ટર્સ

તો સાથે સાથે જાણવા મળી રહ્યું છે કે સમગ્ર ખટરાગને પગલે અને સચિન પાયલટની હકાલપટ્ટી લગભગ નિશ્ચિત જણાતા જયપુર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી સચિન પાયલટના પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ, કેન્દ્રીય નેતાઓની સમજાવટને કારણે આખરે હવે સચિન પાયલટના હટાવી દેવામાં આવેલા પોસ્ટર્સ ફરી પાછા લગાવવામાં આવી રહ્યા છે.

અશોક ગેહલોતે કર્યું શક્તિ પ્રદર્શન

તો બીજી બાજુ જયપુર ખાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા અને મીડિયાની હાજરીમાં ધારાસભ્યોની સંખ્યા દર્શાવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું, મુખ્યમંત્રી અશોક ગેહલોતને 100થી વધુ ધારાસભ્યોનું  સમર્થન હોવાની વાત ચર્ચાઈ રહી હતી. તે દરમ્યાન ગેહલોતે મીડિયા સમક્ષ વિક્ટરી સાઈન દર્શાવી હતી.

MUST READ:

Related posts

બમ્પર વળતર/ પીએમ મોદીએ પણ 8.43 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ યોજનામાં કરો રોકાણ, પોસ્ટઓફિસની છે આ ઉત્તમ યોજના

Bansari

સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનના વિરોધમાં ઉતર્યા ગામડાના લોકો, હાઇવે ખાલી કરવાની માંગ

Mansi Patel

‘કોરોના મુક્ત ભારત’ તરફ આગેકૂચ: 147 જિલ્લાઓમાં છેલ્લા 7 દિવસમાં નથી આવ્યો એકપણ કેસ, ખુશ કરી દેનારા આંકડા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!